હળવદ : પ્લોટ વેચાતો લેવા મામલે વેપારીને જાનથી મારી નાખવાની ધમકી

- text


હળવદ : હળવદના જી.આઇ.ડી. સીમમાં પ્લોટ વેચાતો લેવા મામલે વેપારીને એક શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ મામલે વેપારીએ આરોપી સામે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી ફરિયાદી દામજીભાઇ બચુભાઇ જાટીયા (ઉ.વ. ૫૮, ધધો વેપાર, રહે હાલ હળવદ ઉમા ડુપલેક્ષ વંસત પાર્ક સોસાયટી, હળવદ, મુળ આદીપુર ૩એ પ્લોટ નંબર ૧૬૨, તા-ગાંધીધામ, જી કચ્છ ભુજ) એ હરીભાઇ જુનાગઢ વાળોનો છોકરો દિનેશ ઉર્ફે ડીકે (રહે હાલ હળવદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તારીખ ૨૧ના રોજ બપોરના એકાદ વાગ્યાના સુમારે ફરીયાદીએ આરોપીના પિતા પાસેથી હળવદના જી.આઇ.ડી. સીમમાં પ્લોટ લીધેલ હોય જે બાબતેનુ મનદુખ આરોપીએ તેના મોબાઇલ નબર ઉપરથી ફરીના મોબાઇલ ઉપર અવારનવાર ફોન કરી જેમ ફાવે તેમ ગાળો આપી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હળવદ પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text