અયોધ્યા રામમંદિર નિર્માણ કાર્ય માટે નિધી એકત્રીકરણ અભિયાન સંદર્ભે સીરામીક ટ્રેડર્સની મિટિંગ યોજાઈ

- text


મોરબી : શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સમિતિ -મોરબી દ્વારા રામ જન્મભૂમિ અયોધ્યા પર ભવ્ય રામમંદિર નિર્માણની શુભ શરૂઆત થઈ ગઈ છે. આ અનુસંધાને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સમિતિ દ્વારા નિધી એકત્રીકરણ મહાઅભિયાન આગામી તા. 15 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી દરમ્યાન સમગ્ર દેશમાં ચલાવવાનું છે. જે અનુસંધાને આજે મોરબી સિરામીક ટ્રેડિંગ એસોસિએશનના સર્વે પદાધિકારીઓ સાથેની સમિતિની એક બેઠક સિરામીક એસોસિએશનના હોલ ખાતે મળેલી હતી.

આ બેઠકમાં લલિતભાઈ ભાલોડિયા, રામનારાયણભાઈ દવે, મહેશભાઈ બોપલિયા, ટ્રેડિંગ એસોસિએશનના પ્રમુખ કે. કે. પટેલ, ઉપપ્રમુખ કૌશીકભાઈ સાંવરિયા અને હરેશભાઈ પટેલ તથા અભિયાનને સફળ બનાવવા કાર્યરત રવીન્દ્રભાઈ ત્રિવેદી, જીજ્ઞેશભાઈ કૈલા, અજયભાઈ લોરીયા, રમેશભાઈ પંડ્યા, કમલભાઈ દવે સહિતના આગેવાનો તથા સિરામીક ટ્રેડિંગ એસોસિએશનના સર્વે હોદેદારો તથા કમિટી મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા. આ સર્વે આગેવાનોએ આગામી અભિયાનની યોજના બનાવી સંપૂર્ણ સફળતા માટે તન-મન-ધનથી સહકાર આપી ભવ્યાતિભવ્ય રામમંદિર નિર્માણ માટે કટીબદ્ધતા વ્યક્ત કરી હતી.

- text

- text