મોરબીમાં બેની હત્યાના પ્રકરણમાં 6 આરોપીઓ ત્રણ દિવસના રિમાન્ડ ઉપર, 2 બાળ આરોપીઓનો પણ કબજો લેવાયો

- text


 

મોરબી : મોરબીમાં બે પક્ષ સામસામા આવી જતા બેની હત્યા થયાના પ્રકરણમાં એક પક્ષની ફરિયાદના આધારે ધરપકડ કરાયેલા છ આરોપીઓને કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે છ આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરી આપ્યા છે. આ સાથે પોલીસે બે બાળ આરોપીઓનો પણ કબજો લીધી હોવાનું જાણવા મળ્યું છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીની બારશાખ રાજપૂત શેરીમાં બે પક્ષો વચ્ચે થયેલ ફાયરિંગ અને મારામારીના બનાવમાં બંને પક્ષેથી એક એક યુવાનનું મોત થયું હતું. જેમાં પોલીસે ઈમ્તિયાઝ હનીફભાઈ કાસમાણીએ નોંધાવેલ ફરિયાદના આધારે આરોપી રફીકભાઈ રજાકભાઈ માંડલીયા, હનીફભાઈ રજાકભાઈ માંડલીયા, અફજલ રફીકભાઈ માંડલીયા, આશીફ રફીકભાઈ માંડલીયા, અરબાજભાઈ અનવરભાઇ પમા તથા આશિકભાઈ ફારૂકભાઈ મોટલાણી નામના છ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે તેની સાથોસાથ કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પણ કબજામાં લેવામાં આવ્યા હતા જેમાથી છ આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સાથે છરી, તલવાર અને પાઇપ સહિતના હથિયારો કબ્જે કર્યા છે.

- text