જુના દેવળીયા ગામે વર્લી ફીચરનો જુગાર રમતા વધુ એક ઝડપાયો

- text


હળવદ : ગઈકાલે તા. 22ના રોજ હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે વર્લી ફીચરનો જુગાર રમતા વધુ એક શખ્સ ઝડપાયો છે. હળવદ પોલીસ સ્ટેશનમાં આ શખ્સ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

- text

જુના દેવળીયા ગામે સુરવદર જવાના રસ્તે 66 કેવી સબ સ્ટેશન પાસે આરોપી વિજયભાઇ બચુભાઇ દુદાણાને જાહેરમા આંક ફરકનો વર્લી ફીચરના આંકડા લખી જુગાર રમતો રોકડ રૂ. 510 સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે રોકડ જપ્ત કરી આરોપી વિજયની અટક કરેલ છે.

- text