વાંકાનેર : સેવા-સમર્પણ અને ઈમાનદારીની ત્રિવિધ ફરજ નિભાવતો 108નો સ્ટાફ

- text


અકસ્માતમાં બેશુદ્ધ થયેલા પ્રૌઢનો મોબાઈલ, રોકડ રકમ અને અગત્યના ડોક્યુમેન્ટ ઇજાગ્રસ્તના પુત્રને સોંપ્યા:

વાંકાનેર : અકસ્માત કે અન્ય ઇમરજન્સીમાં 108ની સેવા અને ઝડપ અનન્ય હોય છે. સાથોસાથ 108ના સમર્પિત સ્ટાફની ફરજનીષ્ઠા અને ઈમાનદારી પણ અન્યો માટે પ્રેરણારૂપ હોય છે. ત્યારે વાંકાનેર 108ની ટીમનો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

વાંકાનેર નજીક ભાયાતી જાંબુડિયાના બોર્ડ પાસે એક બાઇક સ્લીપ થઈ જતા એક પ્રૌઢ બેશુદ્ધ થયા હોવાનો કોલ મળતા વાંકાનેર 108ના પાયલોટ રામભાઈ કરમટા અને ઇ.એમ.ટી. દિનેશભાઈ ગઢાદરા ત્વરિત ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલે ખસેડયા હતા. અકસ્માત સ્થળેથી ઇજાગ્રસ્ત પ્રૌઢનું પાકીટ, રોકડ રકમ રૂપિયા 5310, મોબાઈલ, જરૂરી અને અગત્યના ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા હતા. જેના આધારે બેશુદ્ધ રહેલા પ્રૌઢની ઓળખ મેળવી તેના પુત્ર મુન્નાભાઈને અકસ્માતની બીનાથી વાકેફ કર્યા હતા. મુન્નાભાઈને રૂબરૂ મળી 108ના સ્ટાફે ઉક્ત ચીજ-વસ્તુઓ તેને સુપ્રત કરી પોતાની ફરજ નિભાવ્યાનો સંતોષ વ્યક્ત કર્યો હતો.

- text

- text