ટંકારા નજીક મોપેડ સવાર અજાણ્યા વૃદ્ધ મીની પુલ નીચે પડી જતા કમકમાટીભર્યું મોત

- text


ટંકારા : મોરબી-રાજકોટ હાઇવે પર ટંકારા નજીક અનાસ રેસ્ટોરન્ટ નજીક એક વૃદ્ધ મોપેડ સાથે મીની પુલ નીચે પડી જતા ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળ પર જ તેઓનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી-રાજકોટ હાઇવે પર ટંકારા નજીક અનાસ રેસ્ટોરન્ટ નજીક આવેલા મીની પુલ પરથી ટીવીએસ મોપેડ નંબર GJ 36 D 1955 લઈને પસાર થઈ રહેલા એક વૃદ્ધ અનાયાસે પુલ પરથી મોપેડ સમેત નીચે પટકાતા સ્થળ પર જ તેઓનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં હાલ ટંકારા પોલીસે સ્થળ પર પહોંચી પંચનામાં સહિતની કાર્યવાહી હાથ ધરી છે અને મોપેડના નંબરને આધારે મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે.

- text

- text