પીપળી-જેતપર રોડ ફોરટ્રેક કરવા તથા જેલ રોડથી મચ્છુ રિવર ઉપર બ્રિજ બનાવવા રજૂઆત

- text


મોરબીના લાતીપ્લોટમાં ભૂગર્ભ ગટર, રોડ અને લાઈટની સમસ્યાનો તાકીદે ઉકેલ લાવવા રાઘવજીભાઇ ગડારા દ્વારા પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલને અપીલ

મોરબી : મોરબી જીલ્લા ભાજપ પૂર્વ અધ્યક્ષ રાઘવજીભાઇ ગડારા દ્વારા લાતીપ્લોટ વિસ્તારના ભુગર્ભ ગટર રિનોવેશન, રોડ તથા લાઇટની સમસ્યા ઉકેલવા તથા પીપળી-જેતપર રોડ ફોરટ્રેક કરવા તેમજ જેલ રોડથી મચ્છુ રિવર ઉપર બ્રિજ કરવા માટે મોરબી જીલ્લા પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

- text

આ રજૂઆતમાં જણાવાયું છે કે મોરબી શહેરના લાતીપ્લોટ વિસ્તારમાં ઘડિયાળના ઘણા કારખાનાઓ વર્ષોથી કાર્યરત છે. તેમજ હીરાના કારખાનાઓ સહિત લેથ મશીનરીના પણ નાના-મોટા કારખાનાઓ આવેલા હોવાથી આ વિસ્તાર નાની ઇન્ડસ્ટ્રીઝનો વિસ્તાર તરીકે ઓળખાય છે. આ એરિયામાં ભુગર્ભ ગટર છે ખરી, પણ તેને રિનોવેશન કરવાની જરૂર છે. વધુમાં, લાતીપ્લોટ વિસ્તારમાં લગભગ 20-25 વર્ષથી રોડ બનેલા ના હોય, આથી, દરેક રોડ સી.સી.રોડ બનાવવા જરૂરી છે. તેમજ લાતીપ્લોટ વિસ્તારમાં 75% સ્ટ્રીટ લાઇટ પણ ના હોય તો લાઇટની વ્યવસ્થા કરવી પણ જરૂરી છે. તેમજ મોરબી સીટીનું ટ્રાફિક ઘટાડવા માટે જેલ રોડથી મચ્છુ રિવર ઉપર બ્રિજ બને તો સામે કાંઠે જવા-આવવા માટે ટ્રાફિક હળવો થઈ શકે. જેથી, જેલ રોડથી મચ્છુ રિવર ઉપર બ્રિજ બનાવવો આવશ્યક છે.

આ ઉપરાંત, સિરામિક ઉદ્યોગની ઘણી ફેક્ટરીઓ જે રોડ ઉપર આવેલ છે, તેવો પીપળી-જેતપર રોડ તાત્કાલિક ચાર માર્ગીય બનાવવો જરૂરી હોય. જેની અગાઉ પણ નાયબ મુખ્યમંત્રીને લેખિત તેમજ મૌખિક રજૂઆત પણ કરેલ હતી. તો ઉપરોક્ત તમામ સમસ્યાઓની રજૂઆત કરી વહેલી તકે ઉકેલ લઈ આવવા રાઘવજીભાઇ ગડારા (પુર્વ અધ્યક્ષ, મોરબી જીલ્લા ભાજપ) દ્વારા અપીલ કરાઈ છે.

- text