હળવદના ગ્રામ્ય વિસ્તારમાં લગ્ન પ્રસંગના વરઘોડામાં ફાયરિંગ, જુઓ વીડિયો

- text


 

એક શખ્સે મહિલાઓના સમૂહ વચ્ચે નાચતા-નાચતા રાઇફલમાંથી ભડાકા કર્યા

હળવદ : હળવદના એક ગ્રામ્ય વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમ્યાન નીકળેલા વરઘોડામાં ફાયરીગ કર્યાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક શખ્સ મહિલાઓના સમૂહમાં નાચતા -નાચતા આનંદના અતિરેકમાં આવી જઈને રાઇફલમાંથી ભકડા કરતો દેખાઈ છે.લગ્ન પ્રસંગમાં ફાયરિંગ થયાનો મામલો સામે આવતા ભારે ચકચાર મચી ગઇ છે.આ બનાવ અંગે ફોજદારી કાર્યવાહી થાય તેવી શક્યતા છે.

હળવદના એક ગ્રામ્ય વિસ્તારમાં એક પરિવારમાં લગ્ન પ્રસંગ યોજાયો હતો અને ગતરાત્રે આ લગ્ન પ્રસંગમાં વરઘોડો નીકળ્યો હતો.તે દરમ્યાન ફાયરિંગ થયાનો વીડિયો વાયરલ થયો છે.વાયરલ થયેલા વીડિયોમાં વરઘોડા દરમ્યાન ગીતની ધૂન પર સમૂહમાં મહિલાઓ નાચતા દેખાઈ છે.આ મહિલાઓના સમૂહમાં એક શખ્સ પહેલા રાઇફલ લઈને નચતો દેખાઈ છે.ત્યારબાદ એક નાનો છોકરો પણ રાઇફલ હાથમાં લઈને નાચતો દેખાઈ છે.પણ છેલ્લે એ શખ્સ જ તેની પાસેથી રાઇફલ લઈને નાચતા નાચતા આંનદના અતિરેકમાં ફાયરીગ કર્યું હતું.આ શખ્સે સમૂહમાં એકઠા થયેલા લોકોની પરવા કર્યા વગર બીજાના જીવન જોખમે આ ઘાતક હથિયારથી ભડાકા કર્યા હતા.

- text

વધુમાં આ ઘટનાની જાણવા મળતી વિગતો અનુસાર લગ્ન પ્રસંગમાં ફાયરીગ કરનાર શખ્સ મૂળ ખોડ ગામનો રમેશભાઈ દેવભાઈ કોળી હોવાનું જાણવા મળ્યું છે.આ શખ્સ હળવદના ટીકર ગામે દેનાબેંકમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે.તેના ભત્રીજાના વરઘોડામાં તેણે બૅંકના સિક્યુરિટીની રાઇફલમાંથી ફાયરીગ કર્યું હોવાનું મનાય છે.મહિલાઓના ટોળા વચ્ચે જઈને જોખમી રીતે બીજાના જીવને જોખમમાં મૂકી આ શખ્સે જોખમી રીતે ફાયરીગ કર્યું હતું.આ બનાવમાં પોલીસ ફરિયાદ થવાની શકયતા છે.

- text