જડેશ્વર-કોઠારીયા ગામના વતની રિદ્ધીબા ઝાલા GPSC ક્લાસ-2ની પરીક્ષામાં ઉત્તીર્ણ

- text


વાંકાનેર : મૂળ વાંકાનેર તાલુકાના જડેશ્વર-કોઠારીયા ગામના વતની અને હાલ વડોદરામાં રેલવે એકાઉન્ટ ઓફિસમાં ફરજ નિભાવતા કિરીટસિંહ લખુભા ઝાલાના દીકરી રિદ્ધીબા GPSC ક્લાસ-2 બાળ વિકાસ અધિકારીની પરીક્ષામાં પ્રથમ રેન્ક સાથે પાસ થયેલ છે. આથી, રિદ્ધિબાએ કોઠારીયા ગામ અને વાંકાનેરના સમસ્ત રાજપૂત સમાજનું ગૌરવ વધારેલ છે. જે બદલ પરિવારજનોએ રિદ્ધીને અભિનંદન પાઠવેલ છે. તેમજ ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવી શુભેચ્છા આપેલ છે.

- text

- text