મેધપર-ઝાલા ગામમાં રૂ. 33 હજારનો વિદેશી દારૂના જથ્થો ભરેલ કાર ઝડપાઇ

- text


ટંકારા : ટંકારા તાલુકાના મેધપર-ઝાલા ગામમાં રૂ. 33 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે 1 શખ્સ ઝડપાયો છે. આ શખ્સ સામે ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીશબીશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

- text

મેધપર-ઝાલા ગામમાં આરોપી જયપાલસિંહ પ્રતાપસિંહ ઝાલા (ઉ.વ.-37)એ અલ્ટો કાર રજીસ્ટર નંબર- GJ10BG-4744મા ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇગ્લીંશ દારૂ વ્હિસ્કીની બોટલો નંગ 26 (કિ.રૂ. 9750), અન્ય વ્હિસ્કીની બોટલો નંગ 48 (કિ.રૂ. 14,400) તથા બિયરના ટીન નંગ 90ની (કિ.રૂ. 9000) ભરેલ હતો. પોલીસે વિદેશી દારૂના જથ્થા તથા કાર મળી કુલ કી.રૂ. 93,150નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- text