મોરબીમાં ઇન્ડિયન લાયન્સ કલબે દિવાળી પર્વે ૨૨૧૭ કીલો મીઠાઈ- ફરસાણનું રાહતદરે વિતરણ કર્યું

- text


 

મોરબી: મોરબી તેમજ આસપાસના વિસ્તારમાં સેવાકીય કાર્યો માટે જાણીતા ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્વારા દિપાવલીના તહેવારોમાં કોરોનાને કારણે આમ આદમીના ધંધા રોજગારને અસર થઈ હોય આમ આદમી સાથે ગરીબ માણસો પણ તહેવારોની ઉજવણી સાહીર રીતે કરી શહે તેવા શુભ હેતુ સાથે સમગ્ર મોરબી શહેર માટે ૨૨૧૭ કિલો મીઠાઈ તેમજ ફરસાણનું ખૂબજ રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

જેમાં આશરે ૧૭ પ્રકારનું ફરસાણ રૂા. ૧૦૦ માં કિલોના ભાવે અને ૫ પ્રકારની મીઠાઈ રૂા. ૨૦૦ ના ભાવે વિતરણ કરવામાં આવેલ. આ સેવા કાર્યમાં ઈન્ડીયન લાયન્સ મોરબી સભ્ય રજનીભાઈ અઘારાએ તેમના માતા વિજયાબેન રાઘજીભાઈ અઘારાના નામથી આર્થિક સહયોગ આપેલ હતો તા. ૧૧, ૧૨ અને ૧૩ નવેમ્બરના રોજ ઓમ શાંતિ સ્કૂલ ખાતે કરાયેલ આ વિતરણ કાર્યને સફળ બનાવવા માટે પ્રમુખ ભાવેશભાઈ દોશી, સેક્રેટરી હર્ષદભાઈ ગામી, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ અઘારા, અશોકભાઈ જોષી, પ્રદિપભાઈ મહેતા, સભ્ય સર્વ કે. સી. મહેતા, જીતેન દોશી, ભારતીબેન રાચ્છ, કિશોરભાઈ પલાણ, શશીકાંત મહેતા, હીરેનભાઈ શુકલ, હસુભાઈસોરીયા, ભવ્યદોશી વગેરેએ જહેમત ઉઠાવી હતી.

- text