માળીયા ફાટક ઓવરબ્રિજ ઉપર હિટ એન્ડ રન : બાઇકસવાર બે યુવકોના મોત

- text


મોરબી : મોરબી નજીક નેશનલ હાઇવે પર માળીયા ફાટક નજીક ઓવરબ્રિજ ઉપર હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી. જેમાં ડબલ સવારી બાઈકને ટ્રકે હડફેટે લેતા બંને બાઇકસવાર યુવકોના મોત થયા હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

- text

આ બનાવની મળતી માહિતી મુજબ મોરબીમાં આજે સવારના સુમારે માળિયા ફાટક પર આવેલ ઓવરબ્રીજ પર ટ્રકે બાઈકને હડફેટે લેતા બાઈક પર સવાર રુતિકભાઈ પરેશભાઈ બજાણીયા (ઉ.વ. 20) અને હાર્દિક ધીરેન્દ્રભાઈ બજાણીયા (ઉ.વ. 19) (રહે જામનગર હાપા રેલ્વે કોલોની)ના મૃત્યુ નિપજ્યા હતા. આ બંને યુવકો ઘુંટુ ખાતેથી સો ઓરડી જવા નીકળ્યા હતા. ટ્રકચાલક અકસ્માત સર્જી નાશી છૂટ્યો હતો. હાલમાં બંને યુવકોના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલવામાં આવ્યા છે. તેમજ પોલીસ બનાવની તપાસ કરી રહી છે.

- text