મોરબી શહેર ‘આપ’ના ઉપપ્રમુખ તરીકે દક્ષાબેન સી. જોશીની નિમણુંક કરાઈ

- text


મોરબી : મોરબી બ્રહ્મસમાજના મહિલા આગેવાન અને પ્રજાના પ્રશ્ને સતત જાગ્રત એવા દક્ષાબેન સી. જોશી તેમના મિત્ર સર્કલ સાથે ગઈકાલે મોરબી શહેર આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. દક્ષાબેનની મોરબી શહેર આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખના પદ પર નિમણુંક કરવામાં આવી છે. જેને મોરબી શહેર પ્રમુખ મહેશ રાજ્યગુરૂ, જિલ્લા પ્રભારી ભરતભાઈ બારોટ, ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ રામાનુજ, શહેર મહામંત્રી પરેશભાઈ પારિયાંએ આવકાર સાથે અભિનંદન પાઠવ્યા છે. અને આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવાના કાર્યમાં ‘ટીમ સાથે મળી આગળ વધો’ તેવા અભિનંદન પાઠવ્યા છે.

- text


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…
https://t.me/morbiupdate

- text