ઘુંટું ગામ નજીક તળાવના કાંઠા પાસે અજાણ્યા પુરૂષની લાશ મળી આવી

- text


મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામ નજીક તળાવના કાંઠેથી અજાણ્યા પુરુષની લાશ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી હતી.

આ બનાવની મળતી માહિતી મુજબ ઘુંટું ગામ નજીક તળાવના કાંઠેથી અજાણ્યા પુરૂષની લાશ કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવી હતી. તળાવમાં ડૂબી જવાથી આ પુરુષનું મૃત્યુ થયું હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. હાલમાં પોલીસે મૃતકની ઓળખ કરવા અને મૃત્યુનું કારણ જાણવા પોતાના ચક્રો ગતિમાન કર્યા છે.

- text


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…
https://t.me/morbiupdate

- text