સરદારધામ લોકાર્પણ સપ્તાહ અંતર્ગત આગોતરા આમંત્રણ માટે કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : સરદાર ધામ અમદાવાદ અને પાટીદાર ધામ મોરબીના સંયુક્ત ઉપક્રમે મોરબીમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉપરોક્ત કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીત અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ પૂર્વ મુખ્યમંત્રી અને ખેડૂત સમાજના હામી કેશુબાપાના તાજેતરમાં થયેલા નિધનને અનુલક્ષીને બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કિશોરભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગોવિંદબાપા વરમોરા અને જયસુખભાઈ પટેલ દ્વારા તમામ ઉપસ્થિત લોકોને સરદારધામ લોકાર્પણનું આગોતરું આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ તકે સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયા દ્વારા સરદારધામ મિશન અને વિઝન વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમજ gpboમાં જોડાવા માટે નટુભાઈ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે મોરબી પાટીદાર ધામના પ્રમુખ કિરીટભાઈ દેકાવડીયા દ્વારા પાટીદાર ધામ મોરબીનો પરિચય અને આછેરી રૂપરેખા આપવામાં આવી હતી.

ઉપરોક્ત કાર્યક્રમમાં મોરબી સિરામિક એસો.ના પ્રમુખ નીલેશભાઈ તેમજ મોરબીના સાંસદ મોહનભાઈ કુંડારીયા અને બ્રિજેશભાઈ મેરજા દ્વારા શુભેચ્છા આપવામાં આવી હતી. સરદારધામના સીઈઓ એચ.એસ પટેલ દ્વારા જીપીએસસી, યુપીએસસી અને જીપીબીએસ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોરબી પાટીદાર ધામની ટીમ, સરદાર ધામની ટીમ, મોરબીની સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ, સેલ્ફ ફાઇનાન્સ એસોસિયેશનના હોદેદારો અને તમામ રાજકીય હોદ્દેદારોએ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર જાગૃતિબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમની જહેમત માટે ટીમ સરદારધામ, ટીમ પાટીદારધામ અને મોરબી સિરામિક એસોસિયેશન ખડે પગે કાર્યરત રહી હતી.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text