માળીયાના ખાખરેચી ગામે પવનચક્કીની હેવી લાઈનમાં શોક લાગતા 2 મોરના મોત

- text


 

 

મોરબી: માળીયા તાલુકાના ખાખરેચી ગામની સિમ વિસ્તારમાં આવેલી પવનચક્કીઓની હાઈ વોલ્ટેજ લાઈનમાં શોક લાગતા બે રાષ્ટ્રીય પક્ષી મોરના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. બનાવ અંગેની જાણ થતાં સ્થાનિક ગ્રામજનો, જીવદયા પ્રેમીઓ અને વન વિભાગના અધિકારીઓ પહોંચ્યા હતા અને મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે ખસેડયા હતા.માળીયા તાલુકાના અનેક ગામમાં મોટી સંખ્યામાં મોરનો વસવાટ છે. જેના કારણે આ વિસ્તારમાં કુદરતી મોર અભયારણ્ય તરીકે પણ ઓળખાઇ છે. આ ઉપરાંત શિયાળાની ઋતુમાં કુંજ પક્ષીઓ તરીકે ઓળખાતા વિદેશી પક્ષીઓ પણ આવી ચઢતા હોય છે. આ વિસ્તારમાં પવન ચક્કીઓની સંખ્યા વધવાને અગાઉ અનેક વખત આ પ્રકારની વીજ શોકની ઘટના બની છે જેમાં મોર અને આવા વિદેશી પક્ષીઓ મોતને ભેટયા છે.

- text