ચોપડા પૂજન તથા નવા વેપાર સોદા માટેના મુહૂર્ત

- text


નવા ચોપડાના ઓર્ડર આપવા ચોપડા પરત લાવવા તેમજ ગાદી બિછાવવા અને ગાદી ઉપાડવા માટેનું મુહૂર્ત

સાં.૨૦૭૬ આસો વદ અગિયારસ બુધવાર રમા એકાદશી ૧૧/૧૧/૨૦

લાભ/અમૃત સવારે ૬:૫૭ થી ૯:૪૪સુધી
શુભ સવારે ૧૧ :૭ થી ૧૨:૩૧
લાભ સાંજે ૪૪:૪૧ થી ૬:૪ સુધી
શુભ/અમૃત સાંજે ૭:૪૧ થી ૧૦:૫૪ સુધી

ધનતેરસ નું પૂજન ધન પૂજન કુબેર પૂજન ધનવંતરી પૂજન ચોપડા પાછા લાવવા તેમ જ ગાદી બિછાવવા માટે શ્રી યંત્રસ્થાપવા માટે તેમજ શ્રી યંત્ર સિદ્ધ કરવા માટે ઉત્તમ દિવસ

આસો વદ ૧૩ શુક્રવાર તા. ૧૩/૧૧/૨૦

ચલ/લાભ/અમૃત સવારે ૬:૫૯ થી ૧૧:૦૮ સુધી
શુભ બપોરે ૧૨:૩૧ થી ૦૧:૫૪ સુધી
ચલ સાંજે ૪:૪૦ થી ૬:૦૩ સુધી
લાભ રાત્રે ૯:૧૭ થી ૧૦:૫૪ સુધી
શુભ/અમૃત/ચલ રાત્રે ૧૨:૩૧થી ૨:૮

મહત્વની નોંધ

ધનતેરસ તા. ૧૩/૧૧/૨૦ સાંજે૬:૦૧ મિનિટ સુધી જ છે. તેમજ સાંજે ૬:૦૧ થી ચૌદસ તેથી રાત્રી ભાગમાં આવે છે પરંતુ ગોધૂલી વેળામાં ત્રયોદશી આવતી હોય તેમજ પ્રદોષ કાળ પણ આવતો હોવાથી ધનતેરસ પૂર્ણ દિવસ ગણી શકાય.

આ જ દિવસે તા. ૧૩/૧૧/૨૦ ચૌદશની તિથિ ચંદ્રોદય માં નિશીથ કાલ માં આવતી હોવાથી ચૌદશ તિથી ગણવી. સાંજે મિનિટથી ચૌદશ ચાલુ થાય છે જેથી જે લોકો સાંજે હનુમાનજી ની મહાપૂજા સુરાપુરા દાદાના ની નિવેદ તેમજ જમણી બદલતા હોય એના માટે ઉત્તમ દિવસ ગણવો. ચૌદસ તેથી રાત્રે ચંદ્રોદય હોવાથી તેમજ ચૌદશ તિથી માં રાત્રી નું મહત્વ હોવાથી ચૌદસ તા. ૧૩/૧૧/૨૦ ના રાત્રી ભાગમાં આવે છે. તા. ૧૪/૧૧/૨૦ ના ચૌદસ 02:18 પૂર્ણ થાય છે જેથી ચૌદશનો રાત્રી ભાગ તા. ૧૪/૧૧/૨૦ ના મળતો નથી જેથી તંત્ર મહાપૂજા માં ચૌદસની રાત્રે અતિ મહત્વ હોય જેથી તા. ૧૩/૧૧/૨૦ ની રાત્રી ચૌદસ ગણી અને ચૌદસ ગ્રાહ્ય કરવી.

તા. ૧૪/૧૧/૨૦ ના જે લોકો સવારના ભાગમાં નિવેદ કરતા હોય સુરાપુરા દાદા નો યજ્ઞ કરતા હોય એના માટે ઉત્તમ રહેશે.

દિવાળી ચોપડા પૂજન લક્ષ્મી પૂજન શારદા પૂજન માટે

તા. ૧૪/૧૧/૨૦ શનિવારે 02:18 થી ચંદ્રોદય યુક્ત પ્રદોષ વ્યાપિની નિશિત કાલ યુક્ત સ્વાતિ નક્ષત્ર યુક્ત હોય અમાવસ્યા છે. જેનું નિર્ણય નિર્ણય સિંધુ મા

- text

इषासीत चतुदॅश्या इन्दुक्षयतिथावपी ।
उजाॅदौ स्वातिसंयुक्ते तदा दिपावली भवेत ।।
कुयाॅत्संलममेत्च दीपोत्सव दीनत्र्यम् ।।

લાભ/અમૃત બપોરે ૨:૧૯ થી ૪:૩૫ સુધી
લાભ સાંજે ૦૬:૦૦ થી ૭:૩૬ ગોધૂલી વેળા માં વૃષભ સ્થિરલગ્ન સાથે સ્થિર નવમાંશ સાથે.
શુભ/અમૃત/ચલ રાત્રે ૯:૧૧ થી ૦૨:૦૮ સુધી
લાભ પરોઢીયે ૫:૨૩ થી ૦૭:૦૦ સુધી

આસો વદ અમાસ ૧૫/૧૧/૨૦ રવિવાર
અમાસ આ દિવસે સવારે ૧૦:૩૭ સુધી હોવાથી ધર્મશાસ્ત્રના મત મુજબ નવું વર્ષ ગ્રહણ ન કરી શકાય જેથી આ દિવસને પડતર દિવસ તરીકે ગણવો પડે.

પરંતુ આ દિવસે ગોવર્ધન પૂજા ગિરિરાજજીની પૂજા અન્નકૂટ બલી પૂજન માટે ઉત્તમ દિવસ ગણવો.

નૂતન વર્ષ નવા વર્ષના વેપાર નવા સોદા નવા મુહૂર્ત માટે
સાં.૨૦૭૭ ને પરિધાવી નામ સંવત્સર કારતક સુદ ૧/૨ સોમવાર
અમૃત સવારે ૭:૧ થી ૮:૨૩ સુધી
શુભ સવારે ૯: ૪૬ થી ૧૧:૦૯ સુધી
આજ દિવસે ભાઇબીજ યમદ્વિતીયા પણ ગ્રહણ કરવી પડશે

નવા વેપાર સોદા વિગેરે માટે
કારતક સુદ ૫ ગુરુવાર ૧૯/૧૧/૨૦
લાભ પંચમી/જ્ઞાન પંચમી
શુભ સવારે ૭:૦૦ થી ૮:૨૫ સુધી
ચલ/લાભ/અમૃત સવારે ૧૧:૧૦ થી બપોરે ૦૩:૧૭ સુધી

પૂજ્ય આચાર્યશ્રી જીજ્ઞેશભાઇ પંડ્યા
(ગોલ્ડ મેડાલિસ્ટ કાશી વારાણસી)
મોરબીમાં એક માત્ર કાશીના વિદ્વાન
જ્યોતિષાચાર્ય વસ્તુવિદ્દ વાસ્તુશાસ્ત્રી સાહિત્યાચાર્ય ભાગવતાચાર્ય
M.A. સંસ્કૃત
૯૪૨૬૯ ૭૩૮૧૯
શ્રી ગણનાથ જ્યોતિષ કાર્યાલય
ક્રિષ્ના ચેમ્બર ઓ.નં. 5
વસંત પ્લોટ મેઈન રોડ ચકિયા હનુમાન ની બાજુમાં

- text