મોરબીના ટિબંડી ગામે યુવાને ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

- text


મોરબી : મોરબીના ટિબંડી ગામે યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી લીધી હતી.આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના જૂની ટિબંડી ગામે આવેલ ઢોળા વિસ્તારમાં રહેતા સંજયભાઈ ગોવિંદભાઈ થરેસા ઉ.વ.25 નામના યુવાને ગઈકાલે તા.4 ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું બાદમાં તેના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

- text