મોરબી જિલ્લામાં તહેવારોની ઉજવણી અને કાર્યક્રમો યોજવા અંગેની એસઓપી જાહેર કરતા કલેકટર

- text


જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ : એસઓપીનો ભંગ કરનાર સામે હાથ ધરાશે કાર્યવાહી

 

મોરબી : કોરોનાની મહામારી દરમિયાન આવતા તહેવારોને અનુલક્ષીને જિલ્લા કલેકટર દ્વારા ખાસ જાહેરનામું પ્રસિદ્ધ કરીને તહેવારોની ઉજવણી તેમજ કાર્યક્રમો અંગેની એસઓપી જાહેર કરવામાં આવી છે. જેના ચુસ્તપણે અમલ માટે તમામ મામલતદારને ઇનસીડન્ટ કમાન્ડર તરીકેના પાવર્સ પણ અપાયા છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરવાની લગત તંત્રને સૂચના પણ આપવામાં આવી છે.

- text


કન્ટેઇન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સામાજિક, શૈક્ષણિક, રમત-ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક, રાજકીય સમારોહ તથા અન્ય કાર્યક્રમોનું નીચે મુજબની શરતોએ આયોજન થઈ શકશે.

(૧) ૬ ફૂટની દૂરી સાથેનું ફિઝીકલ ડિસ્ટન્સ અને તેના માટે ફલોર માર્કિંગ કરવાનું રહેશે.
(૨) સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવાનો રહેશે.
(૩) થર્મલ સ્કેનીંગ, ઓસિમીટર (સેનેટાઇઝર સાથે)ની સગવડતા પૂરી પાડવાની રહેશે. સ્ટેજ, માઇક, સ્પીકર તેમજ ખુરશીઓને સમયાંતરે સેનેટાઇઝ કરવાના રહેશે.
(૪) હેન્ડ વોશ સેનેટાઈઝરની સુવિધાનો તમામે ફરજિયાત અમલ કરવાનો રહેશે.
(૫) સમારંભ દરમિયાન થૂંકવા તેમજ પાન-મસાલા, ગુટખાના સેવન પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે.
(૬) ૬૫થી વધુ વયના વયસ્ક નાગરિકો, ૧૦ વર્ષથી ઓછી ઉમરના બાળકો, સગર્ભા મહિલાઓ તેમજ અન્ય બિમારીઓથી પિડીત વ્યકિતઓ આ પ્રકારના સમારંભમાં ભાગ ન લે તે સલાહભર્યું છે.
(૭) આરોગ્ય સેતુ એપનો ઉપયોગ થાય તે હિતાવહ રહેશે.
(૮) બેઠક વ્યવસ્થા ગોઠવતા સમયે ખુરશીની ચારેય બાજુ ૬ ફુટની દુરી જળવાઈ રહે તેની તકેદારી રાખવાની રહેશે.
(૯) આ પ્રકારના પ્રસંગમાં જો ચા-નાસ્તો, ભોજનની વ્યવસ્થા રાખવામાં આવેલ હોય તો તે સમારંભ સ્થળે નહી, પરંતુ અલાયદા હોલ સ્થળે રાખવાનું રહેશે.
(૧૦) તમામ કાર્યક્રમો દરમ્યાન તબીબી સુવિધાઓ તુર્તજ ઉપલબ્ધ થાય તે માટે જરુરી પ્રબંધ કરવાનો રહેશે.

બંધ સ્થળો જેવા હોલ, હોટેલ, બેંકવેટ હોલ, રેસ્ટોરન્ટ, ઓડિટોરિયમ, કોમ્યુનિટી હોલ, ટાઉન હોલ, જ્ઞાતિની વાડી વગેરે સ્થળે સામાજિક, શૈક્ષણિક, રમત ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક કે રાજકીય સમારોહમાં નીચે મુજબની સુચનાઓનું પાલન કરવાનું રહેશે.

(૧) સ્થળની ક્ષમતાના ૫૦%થી વધુ નહીં, પરંતુ મહત્તમ ૨૦૦ વ્યક્તિની મર્યાદામાં જ સમારોહ/પ્રસંગનું આયોજન કરી શકાશે.
(૨) લગ્ન/સત્કાર સમારંભ જેવી અન્ય ઉજવણીઓ બાબતમાં જગ્યાની ક્ષમતાના ૫૦% અથવા ૧૦૦ વ્યક્તિઓ બેમાંથી જે ઓછુ હોય તેટલી સંખ્યામાં.
(૩)કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના તા.૪/૦૬/૨૦૨૦ના હુકમથી ધાર્મિક સ્થળો, મોલ્સ, રેસ્ટોરન્ટ, હોટેલ્સ, આતિથ્ય એકમો સંદર્ભમાં બહાર પાડવામાં આવેલ એસઓપીનો ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
(૪) એર કન્ડિશનર/ વેન્ટીલેશન માટે સી.પી.ડબ્લ્યુની માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે.

જ્યારે પાર્ટી પ્લોટ, ખુલ્લા મેદાનો, સોસાયટીના કોમન પ્લોટ કે અન્ય ખુલ્લા સ્થળોએ સામાજિક, શૈક્ષણિક, રમત-ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક તથા અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે ત્યારે નીચે મુજબની સુચનાઓનું પાલન કરવાનું રહેશે.

  • સામાજિક કાર્યક્રમો

(૧) લગ્ન-સત્કાર સમારંભ જેવી અન્ય ઉજવણીઓ બાબતમાં જગ્યાની ક્ષમતાના 50 ટકા, અથવા 100 વ્યક્તિ બન્નેમાંથી ઓછું હોય તે સંખ્યામાં.
(૨) મૃત્યુ બાદની અંતિમ ક્રિયા/ ધાર્મિક વિધિમાં મહત્તમ 100 વ્યક્તિઓની મર્યાદા રહેશે.
  • નવરાત્રીની ઉજવણી 

(૧) રાજયમાં જાહેર કે શેરી ગરબા સહિત કોઈ પણ પ્રકારના ગરબા યોજી શકાશે નહીં.
(૨) નવરાત્રી દરમિયાન સ્થાનિક વહીવટી તંત્રની પૂર્વ મંજૂરી મેળવીને જાહેરમાં ગરબી/ મૂર્તિની સ્થાપના, પૂજા અને આરતી કરી શકાશે.
(૩)કાર્યક્રમમાં ફોટા અથવા મૂર્તિને ચરણસ્પર્શ કરી શકાશે નહીં. તેમજ પ્રસાદ વિતરણ કરી શકાશે નહીં. પૂજા અને આરતીના કાર્યક્રમમાં ઉપરોક્ત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવાના નિયમોના પાલન સાથે મહત્તમ 200થી વધુ વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે નહિ. આ કાર્યક્રમની અવધિ એક કલાકની રહેશે.

તહેવારોની ઉજવણી / ધાર્મિક કાર્યક્રમો

(૧) ગરબા, દુર્ગા પૂજા, દશેરા, ઈદ-એ-મિલાદ ઉન્નબી, શરદ પૂર્ણિમા, દિવાળી, બેસતું વર્ષ, ભાઈબીજ, નવા વર્ષની ઉજવણી જેવા તહેવારો તથા તેને સંબંધિત ધાર્મિક પૂજા ઘરમાં રહીને પરિવારના સભ્યો સાથે કરવી સલાહભર્યું છે.
(૨) આગામી તહેવારોની જાહેરમાં ઉજવણી માટે સ્થાનિક વહીવટી તંત્રની પૂર્વ મંજૂરી આવશ્યક રહેશે.
(૩) ખુલ્લી જગ્યાઓએ પૂજા અને આરતી કરી શકાશે. પરંતુ ફોટા અથવા મૂર્તિને ચરણસ્પર્શ કરી શકાશે નહિ. આવા કિસ્સામાં ઉપરોક્ત જણાવેલ સાંસ્કૃતિક કાર્યક્રમની શરતોના પાલન સાથે મહત્તમ 200થી વધુ વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે નહીં. આ કાર્યક્રમની અવધિ એક કલાકની જ રહેશે.
(૪) મેળા, રેલી, પ્રદર્શનો, રાવણ દહન, રામલીલા, શોભાયાત્રા, ગરબા અને સ્નેહમિલન જેવા સામુહિક કાર્યક્રમો જ્યા મોટા પ્રમાણમાં લોકો એકત્રિત થવાની સંભાવના હોય તે પ્રતિબંધિત રહેશે.
(૫) ઉપરોક્ત કાર્યક્રમ દરમિયાન પ્રસાદ વિતરણ કરી શકાશે નહી.

ઉપરોકત તમામ કાર્યક્રમો/ ઉજવણી દરમિયાન નીચે પ્રમાણેની શરતોની અમલવારી કરવાની જવાબદારી સંચાલકની રહેશે.

(૧) આયોજકે સ્થળની સમાવેશ ક્ષમતા અંગે સ્થાનિક વહીવટી તંત્રને વન ટાઈમ ઇન્ટિમેશન આપવાનું રહેશે. આ સ્થળે વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે 6 ફૂટની દુરી જળવાઈ રહે અને કેટલા વ્યક્તિઓનો સમાવેશ થઈ શકશે તેની વિગતોની સ્થાનિક વહીવટી તંત્રને જાણ કરવાની રહેશે.
(૨)ઉપરોક્ત સુચનાઓનો ચુસ્તપણે અમલ થાય તે માટે આયોજક/ સંચાલકે ઉચીત વ્યવસ્થા કરવાની રહેશે.
(૩) કોઈ પણ શરતોનો ભંગ થયેથી સબંધિત સ્થળના સંચાલક, સોસાયટીના પ્રમુખ/ હોદેદારો તથા આયોજક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text