ભ્રષ્ટાચાર જાગૃતિ અંગે રાજય કક્ષાની ચિત્ર સ્પર્ધા યોજાશે

- text


મોરબી : રાજ્યની સરકારી કચેરીઓમાં થતાં ભ્રષ્ટાચારને રોકવા કાર્યરત ગુજરાત રાજય તકેદારી આયોગ ગાંધીનગર, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ગુજરાત અને રાજય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સયુંકતમાં ભ્રષ્ટાચાર જાગૃતિ અંગેના રાજય કક્ષાની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું છે.

આ સ્પર્ધા તા. 18થી 20 ઓકટોબર દરમિયાન કરવામા આવી છે. આ અંગે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની વેબસાઇટ ઉપર મુકવામા આવી છે. આ સ્પર્ધામા વધુમા વધુ સ્પર્ધકો ભાગ લે અને પોતાની કૃતિઓ નજીકના એ.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે તા.૨૦/૧૦/૨૦૨૦ સુધીમા જમા કરાવવા અપીલ કરવામા આવી છે. મોરબી જીલ્લાના સ્પર્ધકોએ પોતાના ચિત્રો તૈયાર કરી તે ચિત્રોની કૃતિ તથા નામ, સરનામુ, મોબાઇલ નંબરની વિગત મોરબી એ.સી.બી. પોલીસ સ્ટેશન, શંકર આશ્રમ પાસે, વીસીપરા, મોરબી ખાતે તા. ૨૦/૧૦/૨૦૨૦ સુધીમા મોકલી આપવાના રહેશે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text