જેતપર અને નવી પીપળી ગામમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

- text


મોરબી : ગઈકાલે તા. 11ના રોજ મોરબી તાલુકાના જેતપર અને નવી પીપળી ગામમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. પોલીસે બંને કેસમાં કુલ ત્રણ આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

જેતપર ગામે કિરણકુમાર ગોરધનભાઇ મકવાણાને ગેરકાયદેસર વિદેશી દારૂની બોટલો નંગ 9 (કિ.રૂ. 2,700) સાથે પકડી પાડ્યો છે. કિરણકુમારની સાથે વિદેશી દારૂના વેચાણની ભાગીદારીમાં કિશોરભાઇ બચુભાઇનું નામ ખુલ્યું છે. પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. તેમજ આરોપી કિરણકુમારની અટકાયત કરી છે. અને આરોપી કિશોરને પકડવા તજવીજ હાથ ધરી છે.

આ ઉપરાંત, નવી પીપળી ગામના બસ સ્ટેન્ડ પાસેથી સાવનભાઇ પ્રફુલભાઇ નાયકપરાને ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચની કંપની શીલપેક બોટલ નંગ 1 (કિ.રૂ. 400) સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂની બોટલ કબ્જે કરી આરોપી સાવનની અટકાયત કરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text