વાંકાનેરમાં રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

- text


પોલીસ દ્વારા બે શખ્સોની અટકાયત કરાઈ

વાંકાનેર : વાંકાનેર શહેરમાં રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં બે શખ્સોની અટકાયત કરવામાં આવી છે.

ગઈકાલે તા. 11ના રોજ વાંકાનેરમાં આરોગ્યનગર, ગાયત્રી મંદિર રોડ પર હાર્દીકભાઇ ગોવીંદભાઇ અસયા (લોધા)ના રહેણાંક મકાનની ઓસરીમાં આવેલ ખાંચામાં ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલ નંગ 22, કિં.રૂ. 6600 વેચાણ કરવાના ઇરાદે રાખેલ હતી. પોલીસે વિદેશી દારૂનો જથ્થો તથા મોબાઈલ ફોન મળી કુલ મુદામાલ રૂ. 17,600નો કબ્જે કરવામાં આવેલ છે. તેમજ આરોપીઓ હાર્દિક અને કિશનભાઇ ઉર્ફે કાનો અશોકભાઇ ખિરૈયાની અટકાયત કરવામાં આવી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text