મોરબીમાં આવતીકાલ રવિવારે પ્રાકૃતિક વસ્તુઓનું રાહત દરે વેચાણ કરાશે

- text


મોરબી : મયુર નેચર ક્લબ અને હરડે પ્રચાર કેન્દ્ર – મોરબીનાં સહયોગથી નેચરલ વસ્તુઓનું રાહતદરે વેચાણ સનાળા રોડ, સંસ્કાર ધામ, નવા બસ સ્ટેન્ડ પાસે તા. 11-10-2020 અને રવિવારે સવારે 9થી બપોરના 1 વાગ્યા સુધી કરવામાં આવશે. આ તકે હરડે પાવડર, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, દેશી ગોળ, ગૌમૂત્ર અર્ક, નગોળનું તેલ, રાગીના લોટના ભૂંગળા, અગરબત્તી, દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, કાળી માટીના વાસણો, ઉપરાંત અસલ ગિર ગાયનાં દૂધની છાશ (રૂ.20/- લીટર), બાજરીના લોટના ખાખરા અને સરગવાનાં પાનના થેપલા, અથાણાં વગેરે પણ મળશે. આ વિતરણ વ્યવસ્થાનાં સંયોજક જીતેન્દ્ર ઠક્કરની યાદી જણાવે છે કે કોરોના મહામારીનાં પગલે માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સનાં પાલન સાથે શહેરીજનોને લાભ લેવા અનુરોધ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text