ગોર ખીજડીયા ગામમાં ટ્રક અને બાઈક વચ્ચે થયેલ અકસ્માતની ફરિયાદ નોંધાઈ

- text


મોરબી : ગત તા. 30 સપ્ટેમ્બરના રોજ રાતના 8 વાગ્યાની આસપાસ મોરબીના નવલખી રોડ પર બાગબાન પાર્ટી પ્લોટની સામે ગોર ખીજડીયા ગામમાં બંધ પડેલી ટ્રક રજીસ્ટ્રેશન નંબર-RJ-18-GB-3617 ટ્રાફીકને અડચણ રૂપ થાય એ રીતે રાખેલ હતી. તે વખતે મયુરભાઇ માધવજીભાઇ પનારા (ઉ.વ. 31) સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબર-GJ-03-DA-4906 લઈને નીકળતા આ બંધ પડેલી ટ્રકની પાછળની બાજુ અથડાયા હતા.

આ વાહન અકસ્માત થતા મયૂરભાઈને ચહેરા પર નાક, મોઢાના તથા દાઢીના તથા બંન્ને આંખની નીચેના ભાગે અંદર જડબાના ભાગે ફ્રેક્ચરોની ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે માધવજીભાઇ પરસોત્તમભાઇ પનારા (ઉ.વ. 61, રહે. ખાખરાળા)એ ગઈકાલે તા. 5 ઓક્ટોબરના રોજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસે ટ્રકચાલકને પકડવા તજવીજ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text