મોરબી જિલ્લામાં કોવિડ-19ની ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન કરતા રિક્ષાચાલકો સહિત અન્ય પેસેન્જર વાહનચાલકો દંડાયા

- text


ચાની દુકાન પર સોશિયલ ડિસ્ટનસના ભંગ બદલ તથા ટ્રિપલ સવારી બાઇકચાલકો સામે પણ થઈ કાર્યવાહી

મોરબી : કોવિડ-૧૯ની ગાઈડલાઇન્સ અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સનો ભંગ સહિત વિવિધ કલમો હેઠળ મોરબી જિલ્લામાં રવિવારે પોલીસે ઓટો રીક્ષા ચાલકો, બોલેરો પિક-અપ વાહન, ઇકો કાર તથા બાઇક ચાલકો સામે ગુન્હા નોંધી વાહનો ડિટેઇન કરવાની કાર્યવાહી જારી રાખી હતી.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન શનાળા રોડ, નવા બસ સ્ટેન્ડ પાસે ચાની દુકાન પર વધુ ભીડ એકઠી કરી સોશિયલ ડિસ્ટન્સનું પાલન યોગ્ય રીતે ન કરાવવા બદલ દુકાનદાર સામે, નગર દરવાજા ચોકમાં પાંચ પેસેન્જર બેસાડીને નીકળતા રીક્ષા ચાલક સામે, મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ ગાંધી ચોક પાસે એક છકડો રીક્ષા ટ્રાફિકને અવરોધ થાય તે રીતે પાર્ક કરવા બદલ ચાલક સામે, 4 સીએનજી રીક્ષા ચાલકો સામે ટ્રાફિક અવરોધે તેવી રીતે રીક્ષા ઉભી રાખવા બાબતે તથા ગાંધી ચોક પાસે પૂરપાટ વેગે નીકળેલા એક્ટિવા ચાલક સામે ગુન્હો નોંધી ઉક્ત તમામ વાહનો ડિટેઇન કરાયા હતા. જ્યારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં માળીયા ફાટક પાસેથી 5 પેસેન્જર બેસાડીને નીકળતા રીક્ષા ચાલક સામે કોવિડ – ૧૯ અંતર્ગત લાગુ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરવા બદલ ગુન્હો નોંધી રીક્ષા ડિટેઇન કરાઈ હતી.

- text

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં મેસરીયાના બોર્ડ પાસે ઇકો કારમાં સાતથી વધુ પેસેન્જર બેસાડીને નીકળતા કાર ચાલક સામે, વાંકાનેર બાઉન્ડ્રી ખાતે મેસરિયા પાસે જ એક બોલેરો પિક-અપ વાહન જાહેર ટ્રાફિકને અડચણ થાય તે રીતે ઉભા રાખવા બદલ બોલેરો ચાલક સામે ગુન્હો નોંધી બોલેરો કાર ડિટેઇન કરવામાં આવી હતી. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રિપલ સવારીમાં જીનપરા જકાતનાકા પાસેથી નીકળતા બાઇક ચાલક સામે ગુન્હો નોંધી બાઇક ડિટેઇન કરાયું હતું. હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આંબેડકર સર્કલ પાસે ચારથી વધુ પેસેન્જર બેસાડીને નીકળતા સીએનજી ઓટોરિક્ષા ચાલક સામે, માળીયા મીયાણામાં ભીમસર ચોકડી પાસે પુરપાટ વેગે નીકળેલા બાઇક ચાલક સામે ગુન્હો નોંધી બાઇક ડિટેઇન કરાયું હતું.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text