મોરબીમાં કોરોનાના દર્દીઓના સાચા આંકડા અને સંપૂર્ણ વિગતો જાહેર કરવાની માંગ

- text


સ્થાનિક કોંગ્રેસના આગેવાને રાજ્યના આરોગ્ય સચિવને રજુઆત કરી

મોરબી : મોરબીમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. તેમાંય સરકારી હોસ્પિટલમાં કોરોનાની લેબોરેટરી કરી ન આપતા હોવાથી નાછૂટકે લોકોને ખાનગી હોસ્પિટલમાં કોરોનાની લેબોરેટરી કરાવવી પડે છે. પણ ખાનગી હોસ્પિટલ મનફાવે તેવા ભાવો લેતા હોવાથી સામાન્ય લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાય જાય છે. આથી, સ્થાનિક કોંગ્રેસના આગેવાન રમેશભાઈ રબારીએ રાજ્યના આરોગ્ય સચિવને લેખિતમાં રજુઆત કરી હતી.

- text

આ રજુઆતમાં તેમણે જણાવ્યું હતું કે સરકારી હોસ્પિટલમાં કોરોનાની લેબોરેટરી થતી ન હોય અને ઉપરથી ખાનગી હોસ્પિટલોની મનમાનીને કારણે સામાન્ય લોકો રિપોર્ટ કરવા જતા ન હોવાથી કોરોનાનું સંક્રમણ વધે છે. આ ઉપરાંત, સરકારે હમણાંથી કોરોનાગ્રસ્ત દર્દીના નામ-સરનામાં સહિતની વિગતો જાહેર કરવાની બંધ કરી દીધી છે. જેથી, લોકોમાં વિસંગતતા સર્જાય છે. કોરોનાગ્રસ્ત દર્દીઓની વિગત જાહેર ન થતી હોવાથી લોકોમાં માહિતીના અભાવે સંક્રમણ વધે છે. કોરોનાગ્રસ્તના સાચી અને સંપૂર્ણ વિગતો જાહેર થાય તો લોકો એમના સંપર્કમાં આવવાનું ટાળશે અને કોરોનાનું જોખમ ઓછું થશે. તેથી, જનહિતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંપૂર્ણ વિગતો જાહેર કરવા અને દર્દીઓના સાચા આંકડા આપવાની માંગ કરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text