આત્મનિર્ભર પેકેજ અંતર્ગત મોરબી અને હળવદમાં મુખ્યમંત્રી સાત પગલા ખેડુત કલ્યાણ કાર્યક્રમો યોજાશે

- text


મોરબી ખાતે પ્રભારીમંત્રી સૌરભભાઈ પટેલ તેમજ સાંસદ મોહનભાઈ કુંડારીયા, હળવદ ખાતે ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયાની ઉપસ્થિતિમાં થશે કાર્યક્રમો

મોરબી : ગુજરાત રાજયના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા આત્મનિર્ભર પેકેજ અંતર્ગત મુખ્યમંત્રી સાત પગલા ખેડુત કલ્યાણના કાર્યક્રમોનું શનિવારે મોરબી અને હળવદના માર્કેટયાર્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમોમાં લાભાર્થીઓને સ્માર્ટ હેન્ડ ટુલ કિટ્સ, કાંટાળી વાડ અને ફળ-શાકભાજી પાકોના બગાડ અટકાવવા નાના વેચાણકારો સહિતનાઓને રાજય સરકાર દ્વારા વિનામૂલ્યે છત્રી આપવામાં આવશે. આવતીકાલ તા.૨૬ સપ્ટેમ્બર-૨૦૨૦ને શનિવારના રોજ સવારે ૧૦ થી બપોરે ૧૨.૩૦ કલાકે મોરબી અને હળવદ ખાતે કાર્યક્રમો યોજાશે.

- text

મોરબી માર્કેટયાર્ડના કાર્યક્રમમાં મોરબી જિલ્લા પ્રભારીમંત્રી સૌરભભાઈ પટેલ તેમજ સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા ઉપસ્થિત રહેશે. જેમાં મોરબી, માળીયા(મી.) અને ટંકારા તાલુકાના લાભાર્થીઓને આવરી લેવામાં આવશે.

હળવદ માર્કેટયાર્ડના કાર્યક્રમમાં હળવદ ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા ઉપસ્થિત રહેશે. જેમાં હળવદ અને વાંકાનેર તાલુકાના લાભાર્થીઓને આવરી લેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આત્મનિર્ભર પેકેજ અંતર્ગત મુખ્યમંત્રી સાત પગલા ખેડુત કલ્યાણ પૈકી સ્માર્ટ હેન્ડ ટુલ કિટ્સ, કાંટાળી વાડ અને ફળ-શાકભાજી પાકોના બગાડ અટકાવવા નાના વેચાણકારો માટે રાજય સરકાર દ્વારા રૂ.૨૨ કરોડની નાણાકીય જોગવાઇ કરવામાં આવી છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમોમાં આમંત્રિતો તથા સંબંધિત તમામને ઉપસ્થિત રહેવા, મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી વી.કે. ચૌહાણની એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text