મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાનનો ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ

- text


ચાર શખ્સોએ રૂ. 90 હજાર 20 ટકાના ઉંચા વ્યાજ દરે આપીને પઠાણી ઉઘરાણી કરીને યુવાનને ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાને ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ચાર શખ્સોએ રૂ. 90 હજાર 20 ટકાના ઉંચા વ્યાજ દરે આપીને પઠાણી ઉઘરાણી કરીને ત્રાસ આપતા અંતે યુવાને ફીનાઇલ પીધું હતું. પણ સમયસરની સારવાર યુવાન બચી જતા તેણે આ બનાવ અંગે ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના નાની વાવડી ગામે આવેલ શિવગંગા સોસાયટીમાં રહેતા અને વાળંદકામનો વ્યવસાય કરતા જયેશભાઇ જેન્તીભાઇ બચીયા (ઉ.વ. ૩૨) નામના યુવાને આરોપીઓ હિતેષભાઇ ચકુભાઇ રૂપાલા, વિશાલભાઇ ગીગાભાઇ બતાડા, બળુભા અને જયદીપ ઉર્ફે શૈલો ડાંગર સામે ફરિયાદ નોંધાવી હતી કે આરોપી હીતેષ તથા વિશાલએ રૂ.૬૦,૦૦૦ ૨૦% લેખે તથા આરોપી બળુભાએ રૂ.૧૫,૦૦૦ ૨૦% લેખે તથા આરોપી જયદીપભાઇએ રૂ. ૧૫,૦૦૦ ૨૦% લેખે ફરીયાદીને આપ્યા હતા. ફરીયાદીએ નાણા આરોપીઓને ચુકવી આપેલ હોવા છતા આ કામના આરોપીઓએ ફરીયાદીને ગાળો બોલી મુદલ તથા વ્યાજના રકમની પઠાણી ઉઘરાણી કરી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્રાસ આપતા ફરીયાદીને લાગી આવતા જાતેથી ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે આ બનાવમાં યુવાન સમયસરની સારવાર બચી જતા અંતે તેણે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. આથી, પોલીસે આ ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text