મોરબી પોલીસે આર્મ્સ એક્ટના ગુનામાં હિતુભાનો કબ્જો લીધા બાદ રિમાન્ડ ના મળતા જામનગર જેલ હવાલે

- text


ચકચારી મર્ડર અને હથિયારોના કેસમાં ફરાર હિતુભાની તાજેતરમાં વડોદરા ખાતેથી ATS ટીમે ધરપકડ કરી હતી

મોરબી : મોરબીમાં ચકચારી મર્ડર કેસ અને હથિયારોના કેસમાં ફરાર રહેલા આરોપી હિતુભા ઝાલાને તાજેતરમાં વડોદરા ખાતેથી ATS ટીમે ઝડપી બાદ મોરબી એ ડિવિજન પોલીસે અગાવના આર્મ્સ એક્ટના ગુનામાં આરોપી હિતુભાનો કબ્જો લઈને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીને જેલહવાલે કરવાનો આદેશ આપ્યો હતો.આથી મોરબી પોલીસે આરોપીને પોલીસ બંદોબસ્ત સાથે જામનગર જેલ હવાલે કરવામાં આવ્યો છે.

- text

મોરબીના મુસ્તાક મીરની હત્યાના ગુનાના મુખ્ય આરોપી અને આરીફ મીર પર હુમલો અને હથિયારોના કેસમાં ફરાર રહેલા મોરબીના શનાળા ગામના હિતેન્દ્રસિંહ ઝાલાની થોડા સમય પહેલા વડોદરા ખાતેથી ફરી એટીએસની ટીમે ધરપકડ કરી હતી. જોકે થોડા દિવસો અગાઉ વડોદરા ખાતેથી એટીએસની ટીમ આરોપી હિતુભાને મોરબીમાં લાવી તેના ઘરે જડતી લીધી હતી અને આરોપીને પરત લઈ જઈને તપાસ હાથ ધરી છે. દરમ્યાન મોરબી એ ડિવિજન પોલીસ મથકે હિતુભા સામે અગાવ આર્મ્સ એકટનો ગુનો નોંધાયેલો હોય આ ગુનામાં મોરબી એ ડિવિજન પોલીસે આરોપીનો કબ્જો મેળવી મોરબી લાવી હતી અને આર્મ્સ એકટમાં ધરપકડ કરીને આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો પણ કોર્ટે આરોપીના રિમાન્ડ નામંજૂર કરી દીધા હતા આથી કડક પોલીસના જપ્તા સાથે આરોપી હિતેન્દ્રસિંહ ઝાલાને જામનગર જેલમાં મોકલવામાં આવ્યો હોવાનું એ ડિવિજન પોલીસે જણાવ્યું છે.

- text