ICDS દ્વારા કિશોરીઓ માટે ઓનલાઈન જાગૃતિ કાર્યક્રમ યોજાશે

- text


મોરબી : હાલ કોરોનાની વૈશ્વીક મહામારીને ધ્યાને લઇ આઈ.સી.ડી.એસ મહિલા અને બાળ વિકાસની કચેરી ગાંધીનગર દ્વારા આંગણવાડી કેન્દ્રના લાભાર્થી બાળકો, સગર્ભા ધાત્રી, તથા કિશોરીઓને ઘરે બેઠા વિવિધ વિષયો પર માર્ગદર્શન મળી રહે તે માટે ડીજીટલ માધ્યમથી સેટકોમ કાર્યકમનું આયોજન કરવામાં આવી રહયું છે. જેમાં તા.૨૨/૯/૨૦૨૦ ના બપોરે ૦૨:૦૦ થી ૦૩:૦૦ કલાક દરમિયાન કિશોરીઓ માટે “માસિકસ્ત્રાવ અને તે દરમિયાન ની વ્યક્તિગત સ્વચ્છતા” વિષય પર સેટકોમ દ્વારા કાર્યક્રર્મ નું આયોજન કરવામાં આવેલ છે.

- text

આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ વિવિધ ડીજીટલ પ્લેટફોર્મના માધ્યમથી કરવામાં આવશે. જેમાં “વંદે ગુજરાત ચેનલ નં-૧” પર તથા WCDGUJARAT ફેસબુક પેજ પર નિહાળી શકાશે તથા જે કિશોરીઓ આ પ્રોગ્રામનું જીવંત પ્રસારણ જોવાનું ચુકી જાય તેઓ WCDGUJARAT ની યુ-ટ્યુબ ચેનલ પર થી આ કાર્યક્રમ નિહાળી શકશે. આ કાર્યક્રમમાં પુછાયેલા પ્રશ્નોના જવાબ મો નં ૬૩૫૯૯૨૩૫૯૨ પર અવશ્ય મોકલવાના રહેશે. આ સેટકોમ કાર્યક્રમ મોરબી જિલ્લા ની ૧૧ થી ૧૮ વર્ષ ની શાળાએ જતી તથા શાળાએ ના જતી તમામ કિશોરીઓને અચૂક નિહાળવા જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી આઈ.સી.ડી.એસ. શાખા જિલ્લા પંચાયત મોરબીની યાદીમાં જણાવેલ છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text