રામનગર (ખા.) ગામમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી તથા ગમજનોના સહયોગથી 175 વૃક્ષોનું રોપણ કરાયું

- text


મોરબી : આજ તા. 10/09/2020 ને ગુરુવારના રોજ લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી તેમજ રામનગર (ખા.) ગામના લોકોના સહયોગથી 175 વૃક્ષોના રોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ લા. ભીખાભાઇ લોરિયા, પ્રમુખ એ. એસ. શુરાણી, મંત્રી કેશુભાઈ દેત્રોજા, ખજાનચી ટી. સી. ફૂલતરીયાએ હાજર રહ્યા હતા. અને તેઓએ જેમની મહેનતથી આ મેગા વૃક્ષારોપણનો કાર્યક્રમ સંપન્ન થયો છે, તેવા રામનગર ગામના કર્મઠ યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડેલ હતું.

ઉલ્લેખનીય છે કે હાલ રામનગર (ખા.) ગામમાં હાલમાં આશરે 60 જેટલાં પરિવારો રહે છે. આ પરિવારોના સંયુક્ત પ્રયાસ અને દ્રઢ સંકલ્પથી ગામની ભાગોળે પરિવાર દીઠ 5-5 વૃક્ષો વાવવાનો સંકલ્પ કરેલ. જે લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી તેમજ સમગ્ર ગામના આર્થિક સહયોગ અને સધિયારા પ્રયાસથી પૂરો થયો હતો. ખરેખર કયારેક આવતા જતા આ નયન રમણીય ગામની મુલાકાત લેવા જેવી છે. તેમ ક્લબની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..

https://t.me/morbiupdate

- text