10 સપ્ટેમ્બર : એમસીએક્સ પર ચાંદીમાં 12 વર્ષની ઉચ્ચત્તમ ડિલિવરી નોંધાઈ

- text


મુંબઈ : દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ મલ્ટી કોમોડીટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિ (એમસીએક્સ) પર ચાંદીમાં ૧૨ વર્ષની રેકોર્ડ-બ્રેક ડિલિવરી નોંધાઈ છે.

એક્સચેન્જ પર કુલ ૧૩૯.૯૬ ટન ચાંદીની ડિલિવરી નોંધાઈ છે, જેમાં ચાંદી (૩૦ કિ.ગ્રા) સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટમાં ૧૨૭.૫૦ ટનની ડિલિવરી થઈ છે, જે એક જ કોન્ટ્રેક્ટમાં છેલ્લા ૧૨ વર્ષની રેકોર્ડ ડિલિવરી નોંધાઈ છે. આ ડિલિવરી ડિસેમ્બર ૨૦૦૮માં ચાંદીના ૩૦ કિ.ગ્રા.ના કોન્ટ્રેક્ટમાં ૧૪૧.૮૧ ટનની ડિલિવરી પછીની આ ઉચ્ચતમ ડિલિવરી નોંધાઈ છે. આ સાથે ચાંદી-મિની અને ચાંદી-માઈક્રોના ૩૧ ઓગસ્ટના કોન્ટ્રેક્ટ્સમાં ૧૨.૪૬ ટન ચાંદીની ડિલિવરી થઈ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, એમસીએક્સ પર બુલિયન ફ્યુચર્સમાં દૈનિક ટર્નઓવર ૨૮ જુલાઈ, ૨૦૨૦ના રોજ ૭ વર્ષના ઊંચા સ્તરે રૂ.૫૦,૨૨૬ કરોડના સ્તરે પહોંચ્યું હતું અને તેની સાથે જ ચાંદીના વાયદાનું દૈનિક ટર્નઓવર પણ ૭ વર્ષની ઊંચી સપાટી રૂ.૩૩,૨૩૯ કરોડે પહોંચ્યું હતું. ચાંદીના કોન્ટ્રેક્ટ્સમાં ઓગસ્ટ-૨૦૨૦માં રૂ.૧૭,૫૭૪ કરોડનું ટર્નઓવર થયું હતું. ઓગસ્ટ-૨૦૨૦માં કુલ સરેરાશ દૈનિક ટર્નઓવર રૂ.૪૩,૨૬૨નું નોંધાયું હતું. ચાંદી (૩૦ કિ.ગ્રા) ઓપ્શન્સનું પ્રદર્શન પણ ૨૬ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ રૂ.૭૪૧ કરોડનાં રેકોર્ડ ટર્નઓવર સાથે ઓગસ્ટ-૨૦૨૦ દરમિયાન સરેરાશ નોશનલ દૈનિક ટર્નઓવર રૂ.૪૧૯ કરોડનું મજબૂત સ્તરે રહ્યું હતું.

- text

એમસીએક્સના એમડી અને સીઈઓ પી.એસ. રેડ્ડીએ જણાવ્યું હતું કે, ચાંદીના હાજર બજારોમાં પ્રવર્તી રહેલા અસ્થિરતાના માહોલ છતાં, અમારા ચાંદીના કોન્ટ્રેક્ટ્સમાં નોંધાયેલી રેકોર્ડ ડિલિવરી એમસીએક્સમાં ખરીદદારો અને વેચાણકર્તાઓના સ્થાનિક બેન્ચમાર્ક ભાવ તરીકે અને તેની સુદૃઢ જોખમ સંચાલનની સિસ્ટમમાં તેમના વિશ્ર્વાસને પ્રદર્શિત કરે છે. આ ઉપરાંત અમારા નવા શરૂ થયેલા ૧ કિલોના બાર્સના બેઝ ડિલિવરી યુનિટ સાથેના ડિલિવરી પાત્ર માઈક્રો અને મિની સિલ્વર કોન્ટ્રેક્ટ્સમાં પ્રથમ ચાર સાઈકલમાં જ ૨૨.૫૮ ટનની ડિલિવરી જોવા મળી, તેમાં પણ આ કોન્ટ્રેક્ટ્સ માટે સહભાગીઓની સ્વીકૃતિને પ્રતિબિંબિત કરે છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text