મોરબીના ઉંચી માંડલ ગામ પાસે ૩૨ ઈંગ્લીશ દારૂની બોટલ ઝડપાઇ

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે ગઈકાલે બાતમીના આધારે ઉંચીમાંડલ ગામ પાસે ૩૨ ઈંગ્લીશ દારૂની બોટલનો જથ્થો ઝડપી લીધો હતો.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ મેપ્સ સિરામીક પાછળ ખુલ્લી જગ્યામાથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ-૩૨ કિ.રૂ.૧૨,૪૩૫ નો જથ્થો ઝડપી લીધો હતો. તાલુકા પોલીસે આ બનાવમાં આરોપી પ્રહલાદભાઇ લક્ષ્મણભાઇ બ્રાહ્માણી (ઉ.વ.૪૦, ધંધો-મજુરી, રહે. મહેન્દ્રનગર, શિવપાર્ક, મોરબી) સામે પ્રોહીબિશનનો ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text