મોરબી : અમરાપરમાં દેશી બંધુક સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબીનાં અમરાપર ગામમાંથી એક શખ્સને પોલિસે જામગરી બંધુક સાથે ઝડપી લીધો હતો.આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

મોરબીના અમરાપર ગામની સીમમાં આવેલા પાટી વિસ્તારમાં એક શખ્સ શંકાસ્પદ હથિયાર રીતે ફરતો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસની ટીમે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા અમરાપર ગામના મહેશ ઉર્ફે મહીલો ઉર્ફે ભદિયો વેલજીભાઈ રદુતલા નામની વ્યક્તિની તલાશી લીધી હતી તલાશી દરમિયાન તેની પાસેથી જામગરી બંધુક મળી આવતા તેની ધરપકડ કરી હતી અને પોલિસે આરોપી મહેશ પાસેથી હથિયાર જપ્ત કર્યું હતું અને તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- text