મોરબીના સીરામીક ઝોન જેતપર રોડ પર જોખમી નાલામાં બાઇક ખાબક્યું, બાઇકચાલકને ઇજા

- text


નાલા ઉપર સલામતીની દીવાલ ન હોવાથી વારંવાર અકસ્માતો સર્જાતા લોકોમાં ભારે રોષ

મોરબી : મોરબીમાં સીરામીક ઝોન ગણાતા જેતપર રોડની એકદમ ખરાબ હાલત બની ગઈ છે. ત્યારે હવે જેતપર રોડ પર રંગપર પાસેનું નાલું પણ સલામતીની દીવાલના અભાવે જોખમી બની ગયું છે. આ નાલામાં એક બાઇક ચાલક ખાબક્યો હતો અને તેને ગંભીર ઇજા થઇ છે. જો કે નાલા ઉપર સલામતીની દીવાલ ન હોવાથી વારંવાર અકસ્માતો સર્જાતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સીરામીક ઝોન ગણાતા જેતપર રોડ હવે અકસ્માત ઝોન ગ્રસ્ત બની જાય તેવી કપરી સ્થિતિ સામે આવી છે. જેમાં જેતપર રોડ ખખડધજ બની ગયો છે. આટલું ઓછું હોય તેમ જેતપર રોડ પર રંગપર પાસે આવેલ નાલું પણ જોખમી બની જતા વાહનચાલકોની મુશ્કેલી વધી રહી છે.

ખાસ કરીને નાલા પર સલામતીની દીવાલ જ નથી. તેથી, આ નાલા પરથી એક બાઇકચાલક બાઇક સાથે નીચે પટકાયો હતો. જેમાં બાઇકચાલકને ગંભીર ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું છે. જો કે નાલા પર સલામતીની દીવાલ ન હોવાથી વારંવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે. આ ગંભીર બાબતે સ્થાનિકો રજુઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ત્યારે આ નાલુ વધુને વધુ જોખમી બનતું હોવાથી વાહન ચાલકોએ જવાબદાર તંત્ર સમક્ષ આ બાબતે યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે.

- text

- text