મોરબીના કાયાજી પ્લોટમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

- text


મોરબી : મોરબીના રવાપર રોડ પર અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. આ બનાવની મોરબી એ ડિવિજન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આજે બપોરના સમયે મોરબીના રવાપર રોડ પર કાયાજી પ્લોટ શેરી નંબર 5 નજીક એક અજાણ્યા આશરે 45 વર્ષના પુરુષની લાશ મળી આવી હતી. આથી પોલીસે ઘટના સ્થળે દોડી લઈને લાશને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં અજાણ્યા પુરુષનું બીમારીના કારણે મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આમ છતાં બનાવનું સાચું કારણ જાણવા લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.

- text

- text