આરોગ્ય સચિવ જ્યંતી રવિ આજે મોરબીની મુલાકાતે આવે તેવી શક્યતા

- text


મોરબી : રાજ્યના આરોગ્ય સચિવ જ્યંતી રવિ આજે રાજકોટની મુલાકાતે છે. ત્યારે આરોગ્ય સચિવ જ્યંતી રવિ રાજકોટ બાદ મોરબીની મુલાકાતે આવે તેવી શકયતા છે. આથી, મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ એલર્ટ બનીને તમામ તૈયારીઓમાં લાગી ગયું છે. આરોગ્ય સચીવે જ્યંતી રવિ આજે બપોર પછી મોરબીમાં કોરોનાની સ્થિતિની જાત સમીક્ષા કરવા મુલાકાતે આવે તેવી શકયતાથી સમગ્ર જિલ્લા તંત્ર સાવચેત બની ગયું છે. તેઓ મોરબીની સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને મોરબીની કલેકટર કચેરી ખાતે અધિકારી સાથે બેઠક કરે તેવું જાણવા મળ્યું છે.

- text

 

- text