લખધીરગઢ ગામે નદીમાં ન્હાવા પડેલા યુવકનું ડૂબી જતા મોત

- text


ટંકારા : ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે નદીમાં ન્હાવા પડેલો યુવક ડૂબી જતા યુવકનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે જાણ થતા ટંકારા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

- text

આજે તા. 4ના રોજ ટંકારાના લખધીરગઢ ગામે આવેલ નદીમાં ગણેશ મધુસુદન બાવરી નામનો 19 વર્ષનો યુવક ન્હાવા પડ્યો હતો. તે વખતે યુવકને તરતા ન આવડતા યુવક ડૂબી ગયો હતો. તેને બચાવવા માટે તરવૈયાઓ દ્વારા કામગીરી કામગીરી કરવામાં આવી હતી. પરંતુ તરવૈયાઓને તેનો મૃતદેહ હાથ લાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે મૃતક ટંકારાની ફેક્ટરીમાં મજુર તરીકે કામ કરતો હતો. અને તે રાજસ્થાનનો વતની હતો. અને હાલમાં લખધીરગઢના વાડી વિસ્તારમાં રહેતો હતો.

- text