શનાળા બાયપાસ પાસે સાંકડા સર્વિસરોડને કારણે સર્જાતો ટ્રાફિક જામ

- text


મોરબી : મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલા સાંકડા સર્વિસરોડને કારણે દિવસભર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય વાહનચાલકોનો કિંમતી સમય અને મોંઘા પેટ્રોલ-ડિઝલનો પારાવાર વ્યય થઈ રહ્યો છે.

શનાળા બાયપાસ પાસે આવેલા સર્વિસ રોડની પહોળાઈ ઓછી હોવાને કારણે અને વધુ વાહનોનું આવાગમન થતું હોય આ સ્થળે ટ્રાફિક જામની સમસ્યા માથાના દુઃખાવારૂપ બની છે. ખાસ કરીને હેવી ટ્રક અને કન્ટેઇનર, બસ સહિતના ભારે અને મોટા વાહનો જ્યારે અહીંથી પસાર થતા હોય એ સમયે વાહનોની લાંબી કતારો લાગી જાય છે. હેવી વાહનો પસાર થતા હોય એ દરમ્યાન નાના વાહન ચાલકો બાજુમાંથી પણ પસાર થઈ શકતા ન હોય એટલા સાંકડા સર્વિસરોડ પરથી વાહનોને પસાર થવામાં ઓછામાં ઓછો 10થી 15 મિનિટનો સમય લાગતો હોય લોકોનો કિંમતી સમય અને ઇંધણનો વ્યય થાય છે. તંત્ર દ્વારા આ સમસ્યા અંગે સત્વરે ઘટતું કરવામાં આવે એવી વાહનચાલકોની માંગણી છે.

- text

- text