મોરબી જિલ્લાના સીરામીક કારખાનાઓને સલામતીની બેદરકારી અંગે નોટિસ ફટકારાઈ

- text


ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ, મોરબી વિભાગના અધિકારીઓ દ્વારા વિવિધ કારખાનાઓમાં રેન્ડમ વિઝીટ લેવાઈ

મોરબી : તાજેતરમાં ‘સલામતી માસ’ની કામગીરીના ભાગરૂપે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ, મોરબી વિભાગના અધિકારીઓ દ્વારા મોરબી જિલ્લાના વિવિધ કારખાનાઓમાં રેન્ડમ વિઝીટ કરી હતી. જેમાં મોટા ભાગના સિરામિક કારખાનાઓમાં સલામતી બાબતે બેદરકારી જોવા મળેલ હતી.

ફેકટરી ઇન્સ્પેક્ટરો આર. એચ. સોલંકી અને એચ. એ. ચોટલિયા દ્વારા વિવિધ સિરામિક કારખાનાઓમા તપાસ કરતાં કન્વેયર બેલ્ટ રોલર અને અન્ય મશીનરીને ગાર્ડ કરેલ નહોતા. ફાયર એક્ષતિંગ્યુશરનો અભાવ, શ્રમજીવીઓને ડસ્ટ માસ્ક જેવા સલામતીના સાધનો આપેલ નહોતા. મજૂરોનું મેડિકલ ચેક અપ કરેલ નહતું. કારખાનાઓમા ઉડતી ધૂળને ડામવા કોઈ ઉપાયો જણાયેલ નહોતા. તેમજ વિવિધ સાધનોના ટેસ્ટ કરાવેલ નહોતા સહીતની બેદરકારીઓ ધ્યાનમાં આવેલ હતી.

જે બદલ મોરબીના અંબુજા મિનરલ, સિલવેન્તા સિરામિક પ્રા. લી., સહજાનંદ સિરામિક, પારકો મિનરલ, સંજીવની સિરામિક, ઓમ લેમકોટ અને હાઇબોન લેમિનેટ જેવા કારખાનાઓને નોટિસ ફટકારેલ હતી. મોરબીમા થતા શ્રમિકોના પ્રાણ ઘાતક અકસ્માતો ઘટાડવા અને કારખાનાઓમાં સલામતીનું પાલન કરાવવા માટે ડિપાર્ટમેન્ટ દ્વારા હજુ કડક પગલાંઓ લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સલામતી માસના ભાગરૂપે ગયા સપ્તાહે મોરબીના હળવદ ખાતે આવેલ એસ્ટ્રોન પેપર મિલ મા મોકડ્રીલ યોજાઇ હતી. જેમાં પેપર ઈન્ડસ્ટ્રીઝમા આગ લાગવા પર શું સાવચેતી રાખવી તે અંગે ફેકટરી ઇન્સ્પેકટર દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ હતું.

- text

 

- text