30 ઓગસ્ટ : મોરબીમા ફરી મેઘરાજાનો કહેર, મુશળધાર વરસાદ તૂટી પડ્યો

- text


આજે સવારના 6થી બપોરના 12 સુધીમાં મોરબીમાં 17 મીમી વરસાદ પડ્યો અને અન્યત્ર છૂટો છવાયો વરસાદ

મોરબી : મોરબીમાં આજે ફરી મેઘરાજાએ કહેર વરસાવાનું શરૂ કર્યું છે અને મોરબીમાં મુશળધાર વરસાદ તૂટી પડ્યો છે. ધોધમાર વરસાદને પગલે ફરી ચારેકોર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેમાં આજે સવારે છ વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં મોરબીમાં 17 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે અન્યત્ર છૂટો છવાયો વરસાદ પડ્યો છે.

- text

મોરબીમાં આજે સવારથી મેઘરાજા આક્રમક બન્યા હોય એમ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. મેઘરાજાના ફરી રોદ્ર સ્વરૂપથી ઠેરઠેર નદીના વહેણની માફક પાણી ફરી વળ્યાં છે. દરમિયાન મોરબી જિલ્લા કંટ્રોલ રૂમે વરસાદના નોંધાયેલા સતાવાર આકડા પ્રમાણે આજે સવારે 6 થી બપોરના 12 સુધીમાં 17 મીમી વરસાદ પડ્યો હતો. અને વાંકાનેરમાં 2 મીમી અને ટંકારામાં 1 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે હળવદ અને માળિયામાં વરસાદ નોંધાયો ન હતો. હાલ બપોરના 12-30 વાગ્યાની આસપાસ મોરબીમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના પગલે ઠેરઠેર પાણી ભરાયા છે. મેઘરાજા ભારે કહેર વરસાવતા ખેડૂતો સહિત સમગ્ર જનજીવન પ્રભાવિત થઈ ગયું છે ત્યારે મેઘરાજાને ખમૈયા કરવાની આજીજી કરવામાં આવી છે.

- text