હળવદ : પાણીમાં તણાયેલા પિતા-પુત્રના પરિવારને રૂ. 4 લાખની સહાયની શિક્ષણમંત્રી દ્વારા જાહેરાત

- text


શિક્ષણમંત્રીએ ટ્વીટ કરી પરિવારજનોને સાંત્વના પાઠવી

હળવદ : હળવદ તાલુકામાં રાયસંગપર પરથી હળવદ જવાના રસ્તે વોકળામાં પિતા-પુત્ર તણાઈ ગયા હતા. આ બનાવ અંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ટ્વિટ કરી મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી છે. તેમજ રાજ્ય સરકાર વતી રૂ. 4 લાખની સહાયની જાહેરાત કરી છે.

- text

ગત તા. 23 અને 24ના ભારે વરસાદ દરમિયાન રાયસંગપર ગામના નારાયણભાઈ બેચરભાઈ દલવાડી (ઉ.વ. 45) અને તેમનો પુત્ર શ્રીપાલ નારાયણભાઈ દલવાડી (ઉ.વ.18) અને તેમનો ભત્રીજો જીગો આ ત્રણેય હળવદમાં ગુજકેટની પરીક્ષા માટે આવતા હોય આ દરમિયાન નારાયણભાઈ અને તેમનો પુત્ર શ્રીપાલ વોકળામાં તણાયા હતા. બાદમાં તેમના મૃતદેહ મળી આવ્યા હતા. આ બનાવ અંગે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ટ્વીટ કરી સદગત પિતા-પુત્રના કુટુંબીજનોને સંવેદના પાઠવી છે. તેમજ રાજ્ય સરકાર વતી રૂ. 4 લાખની રોકડ સહાયની જાહેરાત કરી છે.

 

- text