મોરબી જિલ્લાના ખેડૂતો જોગ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની યાદી

- text


મોરબી : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – ગોરખીજડીયા, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી મોરબી તરફથી સીનીયર સાયન્ટીસ્ટ એન્ડ હેડ દીલીપભાઈ સરડવા અને વિષય નિષ્ણાંત – ડો. હેમાંગીબેન મહેતાની યાદી જણાવે છે કે, ખેડુતો માટે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રમોદીનો ઓનલાઈન રાણી લક્ષ્મીબાઈ સેન્ટ્રલ એગ્રીકલ્ચર યુનિવર્સીટીનો ઉદઘાટન કાર્યક્રમ હોય, તો તે પ્રોગ્રામ નિહાળવા તથા ખેતીને લગતી નવી માહીતી મેળવવા દરેક ખેડુત ભાઈઓ બહેનોએ આપેલી લીંક પર https://pmosms.nic.in/ અવશ્ય રજીસ્ટ્રેશન કરવું, જે ખેડુતને પોતાનો ઈમેલ એડ્રેસ ન હોય તેમણે [email protected] નાંખી અને દરેકે પોતાનો મોબાઈલ નંબર નાંખી રજીસ્ટ્રેશન કરી શકાશે.

- text

આવતીકાલે પ્રોગ્રામનો સમય બપોરે ૧૨:૩૦નો છે. આ પ્રોગ્રામ જોવા માટે મોબાઈલમાં તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની ઓફિસ માર્કેટીંગ યાર્ડ, ભોજનાલયની ઉપર, શનાળા રોડ મોરબીમાં રૂબરૂ પણ નિહાળી શકાશે. વધુ માહિતિ માટે દિલીપભાઈ સરડવા મો.નં. ૯૪૨૬૭ ૮૪૬૨૮ પર સંપર્ક કરવાનો રહેશે.

- text