હેવાનીયત : પતિએ પત્નીને માર મારી ગુસ્સામાં પુત્રીનો ઘા કરતા બાળકીનું મોત

- text


માણાબા ગામે મધ્યપ્રદેશના ખેતમજૂર દંપતી વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયા બાદ ઉશ્કેરાયેલા પતિના હાથે પત્નીને ગંભીર ઇજા અને છ માસની પુત્રીનું મોત થતા બનાવ હત્યામાં પલ્ટાયો

માળીયા (મી.) : માળીયા (મી) તાલુકાના માણાબા ગામે ખેતમજૂરી કરતા મધ્યપ્રદેશના દંપતી વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયા બાદ ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર હુમલો કર્યો હતો. એટલું જ નહીં પતિના મનમાં એટલી હદે ખુનસ સવાર થયું હતું કે પોતાની પત્નીને ખોળામાં રમતી છ માસની પુત્રીનો જોરદાર ઘા કર્યો હતો. આથી, છ માસની પુત્રીનું મોત નીપજ્યું હતું. આ બનાવ હત્યામાં પલ્ટાયો છે. આ અંગે માળીયા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text

આ બનાવની માળીયા પોલીસ પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયા (મી.) તાલુકાના માણાબા ગામે ખેતમજૂરી કરતા મધ્યપ્રદેશના વતની કમલસિંગ ઉફે કમલેશભાઈને તેની પત્ની સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. પત્ની સાથેના ઝઘડામાં પતિ એટલી હદે ગુસ્સે ભરાયો હતો કે તેના સારા-નરસાનું વિવેકભાન રહ્યું ન હતું. ગુસ્સે ભરાયેલા પતિ કમલેશભાઈએ પોતાની પત્નીને ખોળામાં રમતી છ માસની ફૂલ સમાન પુત્રી સવીનાને ઊંચકીને જોરદાર ખાટલામાં પટકી હતી. આથી, માસૂમ પુત્રીનું સ્થળ ઉપર જ પ્રાણપ્રખેરું ઉડી ગયું હતું. તેમજ પતિએ પત્ની ઉપર પણ લાકડીથી હુમલો કર્યો હતો. આ બનાવમાં પત્નીને ગંભીર ઇજા પહોંચી હતી અને છ માસની પુત્રીનું મોત થતા બનાવ હત્યામાં પલ્ટાયો છે. આ બનાવની જાણ થતાં માળીયા પોલીસે હાલ સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

- text