ટંકારામાં આજે સવારથી 3 ઇંચ વરસાદ, ઠેર-ઠેર પાણી ભરાતા ભારે તારાજી

- text


ગઈકાલે અનરાધાર 11 ઇંચ : આજે વહેલી સવારના 6 થી 8માં 3 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન ખોરવાયુ

ટંકારા : ટંકારા તાલુકામાં ગઈકાલે 11 ઇંચ વરસાદ પડ્યો હતો. વરસાદ આજે પણ હજુ સતત ચાલુ છે. આજે વહેલી સવારના 6 થી 8માં 3 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન ખોરવાયુ છે. અને ઠેર-ઠેર પાણી ભરાતા ભારે તારાજી સર્જાઈ છે.

ટંકારામા આજ સવારથી મેધો રોદ્ર સ્વરૂપ ધારણ કરતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ગઈકાલે સવારથી આજ સવાર સુધી 11 ઈચ વરસાદ નોંધાયો છે. જ્યારે આજની બે કલાકમા ત્રણ ઈંચ વરસાદ વરસી ગયો છે અને વરસાદ હજુ ચાલુ છે. ટંકારા તાલુકા પંથકની નદીઓ ગાંડીતુર બની છે. અને વોકળાઓ બે કાઠે વહેવા લાગ્યા છે. ધરતી જાણે દરીયાઈ સ્વરૂપ ધારણ કર્યું એવા દ્રશ્યો સર્જાયા છે. ભારે વરસાદથી ખેડુતોના પાકને નુકસાન પહોંચ્યું છે. ટંકારાના ડેમોમા ડેમી-1 (મિતાણા) ૪ ફુટનો ઓવરફલો ચાલુ છે. ડેમી-2 (રાજાવડ)ના 6 દરવાજા 4 ફુટ ખુલ્લા છે. બંગાવડી ડેમ 1.45 ફુટથી ઓવરફલો ચાલુ છે.

- text

ટંકારા શહેરના જનજીવન પર માઠી અસર થઇ છે. શાકભાજી દુધ સહિતની ગ્રામ્ય આવક બંધ અને અનેક ગામડા સંપર્ક વિહોણા બન્યા છે. નિચાણવાળા વિસ્તારમાં રહેતા મજુરો, ગરીબ પરિવારના ઝુંપડા તણાઈ જતા સ્થળાંતર કરી ઉચાઈવાળી જગ્યા પર જતા રહ્યા છે. સદભાગ્યે કોઈ જાનહાની થઇ નથી. ટંકારા મામલતદાર નિનામા સહિતની ટીમ આખી રાત કંટોલરૂમ પર રહી કાર્યવાહી કરી રહ્યા છે. અનેક સ્થળોએ જમીન ધોવાણ થતા પાળાઓ તૂટ્યા અને દીવાલ ધરાશાઈ અને તોતિંગ વુક્ષો પડ્યા હોવાના અહેવાલ છે.

- text