ઘુંટુ ગામમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા 6 પકડાયા, 4 નાસી ગયા

- text


કુલ રોકડ રકમ રૂ. 1,50,000 કબ્જે કરાયા

મોરબી : મોરબી એલ.સી.બી. દ્વારા મોરબી તાલુકાના ઘુટુ ગામની સીમમાં આવેલ વાડીના મકાને જુગાર રમતા 6 આરોપીઓને રોકડા રૂપીયા, મોબાઇલ ફોન તથા ફોર વ્હીલ કાર બે સહીત કુલ રૂ. 7,71,000 ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યો છે.

ગઈકાલે તા. 22ના રોજ એલ.સી.બી.ના સ્ટાફને મળેલ હકીકત આધારે રેઇડ દરમિયાન મોરબી તાલુકાના ઘૂટુ ગામની સીમમાં આઇબીસ કારખાનાની પાછળ આવેલ વાડીમાં આરોપી ખીમજીભાઇ પ્રભુભાઇના મકાનમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો કુલ દશ આરોપીઓ જુગાર રમી રહ્યા હતા. આ રેઇડ દરમ્યાન ચાર આરોપી નાસી ભાગી ગયેલ હતા. તેમજ છ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.

- text

જેમાં ખીમજીભાઇ પ્રભુભાઇ જસાપરા, ઘનશ્યામભાઇ બેચરભાઇ સંતોકી, સતીષભાઇ ભાણજીભાઇ મેરજા, હરેશભાઇ ગોવિંદભાઇ મેરજા, ભાવેશભાઇ ભગવાનભાઇ મેરજા અને મંયકભાઇ તળશીભાઇ કાવરને રોકડ રૂ. 1,50,000 તથા મોબાઇલ ફોન નંગ 6 (કી.રૂ. 21,000) તથા ફોર વ્હીલ કાર નંગ 2 (કિ.રૂ 6,00,000) મળી રૂ. 7,71,000 ના મુદામાલ સાથે અટકાયત કરવામાં આવી હતી. તથા નાસી જનાર આરોપીઓ રાજુભાઇ, ચિરાગભાઇ, પુનિતભાઇ અને દિનેશભાઇ જાનવા વિરૂધ્ધ જુગારધારા મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

- text