ધો. 10,12 અને ITIના વિદ્યાર્થીઓ જોગ મોરબી જિલ્લા શિક્ષણાધિકારીની યાદી

- text


મોરબી : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા, ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ના તમામ વિદ્યાર્થીઓ માટે ગુણપત્રક, માઇગ્રેશન અને ડિપ્લોમા અને આઇ.ટી.આઇ. ના ધોરણ-૧૦ કે ધોરણ-૧૨ સમકક્ષ પરીક્ષા પાસ કરેલ છે, તેવું સમકક્ષતા પ્રમાણપત્ર મેળવવા માટે “વિદ્યાર્થી સેવા કેન્દ્ર” બોર્ડની ગાંધીનગરની કચેરી ખાતે કાર્યરત છે.

ઉપરોક્ત તમામ સેવાઓ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી -૨૦૨૦ થી ઓનલાઇન અરજી કરીને સ્પીડ પોસ્ટથી અરજદારે દર્શાવેલ સરનામા પર મોકલવાની વ્યવસ્થા ઉભી કરેલ છે. જેથી કોઇપણ અરજદારે COVID-19 ની આ પરિસ્થીતીમાં પ્રવાસ કર્યા સિવાય ઘરે બેઠા ઓનલાઇન અરજી કરવાથી સરળતાથી સ્પીડ પોસ્ટ મારફતે મળે તેવી સુવિધા ઉપલબ્ધ કરેલ છે. ઓનલાઇન પ્રક્રિયા માટે બોર્ડની વેબસાઇટ www.gsebeservice.com ઉપર students મેનુ પર ક્લીક કર્યા બાદ online student services માં જવાનુ રહેશે. COVID-19 ની હાલની પરિસ્થિતી ધ્યાને લેતાં કોઇપણ વિદ્યાર્થી કે વાલીને બોર્ડની કચેરીમાં રૂબરૂ ઉપરોક્ત પૈકી કોઇપણ દસ્તાવેજ આપવામાં આવશે નહિ. જેની ખાસ નોંધ લેવા જણાવવામાં આવે છે.

- text

જો કોઇપણ વિદ્યાર્થી કે વાલીને ઉપરોક્ત સેવાઓ સબંધિત તકલીફ જણાય તો સ્ટુડન્ટ સર્વિસ સેન્ટરના સંપર્ક નંબર-૦૭૯ ૨૩૨૫૨૧૦૪ ઉપર કચેરીના કામકાજના સમય દરમિયાન રીશેષના ગાળા સિવાયના સમયમાં પુચ્છા કરી શકાશે. તેમજ કોઇ લેખિત રજૂઆત કરવી હોય તો ઇ-મેઇલ [email protected] ઉપર કરી શકાશે. જેથી શાળાના આચાર્યશ્રીઓ, વાલીશ્રીઓ અને વિદ્યાર્થીઓએ નોંધ લેવા બી. એમ. સોલંકી જિલ્લા શિક્ષણાધિકારી મોરબીની યાદીમાં જણાવેલ છે.

- text