હળવદના દેવળીયા ગામ પાસે ગૌવંશ ઉપર તીક્ષ્ણ હથિયારોથી હુમલો, ગૌપ્રેમીઓમાં ભારે રોષ

- text


ગૌપ્રેમીઓ હળવદ પોલીસ મથકે દોડી જઈને આ બનાવ અંગે લેખિતમાં ફરિયાદ કરી

હળવદ : હળવદ તાલુકાના દેવળીયા ગામ નજીક ગોવંશ ઉપર તીક્ષ્ણ હથિયારોથી નિર્દયતાપૂર્વક ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. ગોવંશ પર ક્રૂરતાપૂર્વક હુમલો કરતા ગૌપ્રેમીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. આ બનાવને પગલે ગૌપ્રેમીઓ હળવદ પોલીસ મથકે દોડી જઈને આ બનાવ અંગે લેખિતમાં ફરિયાદ કરી હોવાનું જાણવા મળે છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના દેવળીયા ગામના પાટિયા પાસે આવેલ સહયોગ હોટલ સામે ધોળા દિવસે ગૌવંશ પર તીક્ષ્ણ હથિયાર વડે હીંચકારી હુમલો કરવામાં આવ્યો હતો. ગોવંશ ઉપર કુરતાપૂર્વક હુમલો કરનાર શખ્સ કેમેરામાં કેદ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. જો કે હળવદ તાલુકામાં છાશવારે ગૌવંશ પર જીવલેણ હુમલાઓ થવાથી ગૌપ્રેમીઓ ઉકળી ઉઠ્યા હતા અને આ બનાવને પગલે ગૌપ્રેમીઓ હળવદ પોલીસ મથકે દોડી ગયા હતા.

- text

ગૌપ્રેમી ભરતભાઇ રબારીએ પોલીસને લેખિતમાં ફરિયાદ આપી હતી કે આજે તેમના સહિત અન્ય લોકો દેવળીયા ગામની ચોકડી પર હતા. ત્યારે દેવળીયા ગામના પાટિયા પાસે આવેલ સહયોગ હોટલ સામે એક શખ્સ એક વાછરડી અને એક ગાય ઉપર કુહાડીથી હુમલો કર્યો હતો. આથી, ગૌપ્રેમીઓએ સ્થળ પર પહોંચતા આ શખ્સ ભાગી ગયો હતો. બાદમાં ગૌપ્રેમીઓએ હુમલામાં ઘવાયેલા બન્ને ગૌવંશને ગૌશાળામાં મોકલાયા હતા. આ બનાવ અંગે હળવદ પોલીસને લેખિતમાં ફરિયાદ આપી ગૌવંશ ઉપર હુમલો કરનાર શખ્સ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text