જી-મેઈલ અને ગૂગલ ડ્રાઇવમાં ટેક્નિકલ ફોલ્ટ સર્જાતા યુઝર્સ થયા પરેશાન

- text


Gmailમાં ક્ષતિ ઉદભવતા એટેચ ફાઇલ અપલોડ-ડાઉનલોડ કરવામાં લોકો પરેશાન

મોરબી : ગૂગલની બે ખૂબ પ્રચલિત સર્વિસ જી-મેઈલ અને ગૂગલ ડ્રાઈવમાં સવારે 11 વાગ્યાની આસપાસ કોઈ ટેક્નિકલ ક્ષતિ સર્જાતા યુઝર્સ પરેશાન થઈ રહ્યા છે. વિશ્વના ઘણા દેશો જેવા કે જાપાન, ઓસ્ટ્રેલિયા, ભારતના સહિતના દેશોના યુઝર્સની ફરિયાદના પગલે ગૂગલની ટેક્નિકલ ટીમ ફોલ્ટ શોધવામાં લાગી પડી છે.

આજે સવારે 11 વાગ્યાની આસપાસ જી-મેઈલ અને ગૂગલ ડ્રાઈવમાં કોઈ ક્ષતિને કારણે મેઈલ દ્વારા વ્યવહાર કરતા લોકોમાં દેકારો મચી ગયો છે. ઇ મેઈલ મોકલવામાં અને રિસીવ કરવામાં યુઝર્સને મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત મેઈલ સાથે જોડાયેલી ફાઇલ અપલોડ કરવામાં અને મેળવેલી ફાઇલ ડાઉનલોડ કરવામાં સમય લાગી રહ્યો છે અથવા ડાઉનલોડ નથી થઈ રહી. વિશ્વના અનેક દેશોમાં આ સમસ્યા સર્જાઈ તેની સાથોસાથ ભારતમાં પણ સેવા ઠપ્પ થઈ ગઈ હોય યુઝર્સ પરેશાન થઈ ગયા છે.

- text

ડાઉન ડીટેક્ટરના રિપોર્ટ અનુસાર જી-મેઈલ સર્વિસમાં ઉદભવેલી ક્ષતિને લઈને વિશ્વના ઘણા દેશો સહિત ભારતમાં પણ સમસ્યા ઉદભવી છે. ગુગલના સ્ટેટ્સ પેઝ અનુસાર આ ક્ષતિની તપાસ થઈ રહી છે.

મોરબીમાં સીરામીક, કલોક સહિતના ઉધોગકારો મોટાભાગે ઓનલાઈન પત્રવ્યવહાર પર જ આધાર રાખતા હોય અને દેશ-વિદેશમાં ઓનલાઈન વ્યવહારો કરતા હોય આ સમસ્યાથી પરેશાન થઈ ગયા હતા. સરકારી કચેરીઓમાં પણ જી-મેઈલ સર્વિસ ડાઉન થવાથી લોકોને અકળામણ થઈ હતી. જો કે હાલ જી-મેઈલ સર્વિસની સ્પીડમાં ધીમો સુધારો વર્તાઈ રહ્યો છે.

- text