મોરબીમાં કોરોનાગ્રસ્ત વૃદ્ધાનું ડોકટરોની બેદરકારીના કારણે મોત થયાનો આક્ષેપ

- text


મૃતકના પુત્રએ એસ.પી.ને લેખિતમાં ફરિયાદ કરી ડોકટરો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી

મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા વૃદ્ધાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ તેમની સદભાવના હોસ્પિટલમાં સારવાર બાદ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવમાં મૃતકના પુત્રએ આ હોસ્પિટલના ડોકટરોની ઘોર બેદરકારીના કારણે તથા કોરોનાની સારવાર માટેના જરૂરી સાધનોના અભાવે પોતાની માતાનું મોત થયાનો ગંભીર આક્ષેપ કર્યો છે. અને આ મામલે એસપીને રજુઆત કરીને હોસ્પિટલના ડોકટરો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text

મોરબીના સામાકાંઠે પરિશ્રમ એપાર્ટમેન્ટ-1, વૃદાવન પાર્કમાં રહેતા રાધેશભાઈ કિશનભાઈ બુદ્ધભટ્ટીએ એસ.પી.ને લેખિતમાં ફરિયાદ કરી હતી કે, ગત તા.6 ઓગસ્ટના રોજ તેમના માતા જયશ્રીબેન કિશનભાઈ બુદ્ધભટ્ટીની તબિયત લથડતા મોરબીની સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેમની માતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અને કોરોનાની સારવાર કરવામાં માટે તેમના માતાને મોરબીની ટ્રસ્ટ સંચાલિત સદભાવના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે જરૂરી સાધનોનો અભાવ અને સારવાર બેદરકારીનો પણ આક્ષેપ કર્યો હતો. દરમિયાન આ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તેમના માતાની હાલત નાજુક થતા એમ્બ્યુલન્સમાં માતાને રાજકોટ ખાતે સારવારમાં ખસેડાતી વખતે તેમનું રસ્તામાં જ મૃત્યુ નીપજ્યું હતું. આથી, ડોકટરોની બેદરકારીના કારણે પોતાની માતાનું મોત થયું હોવાના આક્ષેપ સાથે મૃતકના પુત્રએ એસપીને લેખિતમાં ફરિયાદ કરી હતી.

- text